'હવે ફિલ્મ રિલીઝ પછી જ વાત કરીશ', હેરા-ફેરી 3માં પરેશ રાવલની વાપસી પર સુનિલ શેટ્ટીનું નિવેદન

July 02, 2025

અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની કોમેડી ફરી એકવાર મચ અવેટેડ ફિલ્મ 'હેરા ફેરી 3'માં જોવા મળશે. પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત આ કલ્ટ કૉમેડી 'હેરાફેરી 3'નું જલદી શૂટિંગ શરૂ થવા જઇ રહ્યું છે. જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા પરેશે આ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો હતો, ત્યાર બાદ અક્ષય કુમારની કંપની 'કેપ ઓફ ગુડ ફિલ્મ્સ'એ પરેશ રાવલ સામે કોર્ટ કેસ પણ કર્યો હતો અને પરેશે સાઇનિંગ અમાઉન્ટ પાછી આપી હતી. જો કે હવે આ વિવાદનો અંત આવ્યો છે. હવે ફિલ્મમાં પરેશ રાવલ પણ જોવા મળશે. આ વચ્ચે અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ પરેશ રાવલના કમબેક પર પ્રતિક્રિયા આપી છે. એક યુટ્યુબ ચેનલના ઈન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટીએ પરેશ રાવલના 'હેરા ફેરી 3'માં કમબેક પર પોતાની પ્રતિક્રિયા આપી. શેટ્ટીએ મજાકમાં કહ્યું, "મને પણ સમાચાર મળ્યા કે ફાઇન-ટ્યૂનિંગ થઈ ગઈ છે. હવે આ ફિલ્મ રિલીઝ થયા બાદ જ વાત કરીશ, તે પહેલાં 'હેરા ફેરી' વિશે વાત જ નહીં કરું." સુનીલ શેટ્ટીએ ફિલ્મ 'હેરા-ફેરી વિશે વાત કરી હતી. તેણે ખાતરી આપી કે 'હેરા ફેરી 3' પોતાના મૂળ સ્વરૂપ પર જ ટકી રહેશે, તેમણે કહ્યું, ‘આ ફિલ્મના બે ભાગોની જેમ ત્રીજા ભાગમાં પણ એવી જ કોમેડી જોવા મળશે. આ ફિલ્મ બધા મળીને એકસાથે જોઈ શકે તેવી પારિવારિક ફિલ્મ છે. દર્શકોને ફિલ્મ ભરપેટ હસાવતા રોકી નહીં શકે.’