Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

કંગનાની ઈમરજન્સી હવે આગામી 17 જાન્યુ.એ રીલિઝ કરાશે

November 19, 2024

મુંબઇ : ચૂંટણી તથા કાનૂની વિવાદો વચ્ચે  અટવાઈ પડેલી કંગના રણૌતની  ફિલ્મ 'ઈમરજન્સી' હવે આગામી ૧૭ જાન્યુઆરીએ રીલિઝ કરાશે. ઈન્દિરા ગાંધીના શાસન કાળમાં લદાયેલી ઈમરજન્સી વિશેની આ ફિલ્મમાં કંગના ખુદ ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં છે. તે પોતે જ ફિલ્મની પ્રોડયૂસર અને દિગ્દર્શક પણ  છે. આ ફિલ્મ એક વર્ષથી તૈયાર પડી છે. તે ચાલુ વર્ષે માર્ચમાં રીલિઝ થવાની હતી. પરંતુ, કંગનાએ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવતાં ફિલ્મ અટકી પડી હતી. બાદમાં શીખ સમુદાયનાં ખોટી રીતે ચિત્રણનો વિવાદ શરુ થતાં ફિલ્મ પર પ્રતિબંધની માગણી થઈ હતી.  સેન્સર બોર્ડે આ ફિલ્મનું સર્ટિફિકેટ અટકાવી દીધું હતું. તેના કારણે આ ફિલ્મ તા. પાંચમી સપ્ટેમ્બરની અગાઉ જાહેર કરાયેલી તારીખે પણ રીલિઝ થઈ શકી ન હતી.  આખરે ફિલ્મનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. બોમ્બે હાઈકોર્ટમાં સેન્સર બોર્ડે પોતે સૂચવેલા કટ્સ માન્ય રખાય તો ફિલ્મને રીલિઝની મંજૂરી આપવાની સંમતિ આપી હતી.  સેન્સર બોર્ડે ફિલ્મની ફરીથી સમીક્ષા કરી હતી અને ફિલ્મમાં ૧૩ કટ  સહિત કેટલાક ફેરફારો સૂચવ્યા હતા. કંગનાએ તે માન્ય રાખ્યા બાદ ફિલ્મને યૂ-એ સર્ટિફિકેટ આપવામા ં આવ્યું હતું.