Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે કહ્યું- Gen Z તો રાષ્ટ્ર ધરોહર

August 07, 2026

દિલ્હી : અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ કંગના રણૌતે મોટો 'યુ-ટર્ન' લીધો છે. જે Gen-Zને તેઓ માંડ 10 દિવસ પહેલાં 'ગટર છાપ' અને 'ગટર જેનરેશન' કહી રહ્યા હતા, હવે તેમને 'રાષ્ટ્રની ધરોહર' અને 'સૌથી મોટી તાકાત' ગણાવી રહ્યા છે.
આ ફેરફાર ત્યારે જોવા મળ્યો જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મુંબઈમાં Gen-Z અને જેન-આલ્ફા સાથે 1 કલાક સુધી વિસ્તૃત સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન મોહન ભાગવતે કહ્યું હતું કે આજના યુવાનો જૂની પેઢી કરતાં પણ વધુ દેશભક્ત અને પ્રામાણિક છે અને સરકારે તેમની વાત સાંભળવી જોઈએ. સંસદ પરિસરમાં જ્યારે પત્રકારોએ કંગના રનૌતને મોહન ભાગવતના નિવેદન અને યુવાનોના વિરોધ પ્રદર્શન અંગે સવાલ પૂછ્યો, ત્યારે તેમણે યુવાનોના વખાણ કર્યા હતા.  Gen Z જે છે, તે આપણી સૌથી મોટી તાકાત છે અને અમને અમારી Gen Z પર ગર્વ છે. દેશના યુવાનો અમારી સાથે છે અને તેઓ આપણી સંસ્કૃતિના બ્રાન્ડ એમ્બેસેડર બનીને ઉભરી રહ્યા છે. Gen Z જે છે તે સરકારનો જ ભાગ છે. તેમનો જ જનાદેશ છે જેના કારણે અમારી સરકાર આટલા વર્ષોથી છે. એવું નથી કે વિરોધ પ્રદર્શન પર 10-15 ગાળો આપનારા જ Gen Z છે, આજે ઝારખંડમાં જે બાળકો બેઠા છે અને પ્રોટેસ્ટ કરી રહ્યા છે, તેમજ જે યુવાનો દેશ માટે મેડલ લાવીને વડાપ્રધાનના નામે સમર્પિત કરે છે તે પણ Gen Z જ છે. માત્ર એક અઠવાડિયા પહેલા કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિદ્યાર્થી આંદોલન અંગે અત્યંત કડક શબ્દોમાં ભડકાઉ પોસ્ટ મૂકી હતી, જેના પર અભિનેતા સોનુ સૂદ સહિત ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.