Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

સંસદ માર્ચ માટે એકજૂટ થતાં લોકો પર લાઠીચાર્જ, અભિજિત દીપકેએ કહ્યું - અમને કોઈ રોકી નહીં શકે

July 20, 2026

આજથી શરૂ થઈ રહેલા સંસદના મોનસૂન સત્રની સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય અને સામાજિક ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. નીટ (NEET) પેપર લીક કૌભાંડ, પરીક્ષાઓમાં ગોટાળા અને દેશમાં સતત વધતી બેરોજગારીના વિરોધમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આજે 20 જુલાઈથી ‘ચલો સંસદ’ માર્ચનું આહ્વાન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ, ઉમેદવારો અને વાલીઓ રવિવાર સાંજથી જ જંતર-મંતર ખાતે ભેગા થવાનું શરૂ થઈ જતાં દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.