Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

તૃપ્તિ ડિમરીની બોયફ્રેન્ડ સૈમ સાથે બાઈક પર લટાર

December 03, 2024

મુંબઇ : તૃપ્તિ ડિમરી રવિવારે રાતે તેના બોયફ્રેન્ડ સૈમ મર્ચન્ટ સાથે મુંબઈના બાંદરાના માર્ગો પર બાઈક પર લટાર મારવા નીકળી હતી. તૃપ્તિએ ચહેરાને માસ્કથી ઢાંક્યો હતો. જોકે, તેમ છતાં પણ લોકોએ તેેને ઓળખી લીધી હતી. કેટલાક પાપારાઝીઓએ તૃપ્તિનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તૃપ્તિએ તેમની અવગણના કરી હતી.  જોકે, બાઈક પર સવાર તૃપ્તિની તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોએ તેને હેલ્મેટ ન પહેરાવ બદલ ટ્રોલ કરી હતી. લોકોએ કોમેન્ટ કરી હતી કે એક ઈન્ફ્લુએન્સર તરીકે તૃપ્તિએ દાખલો બેસાડવો જોઈએ. કેટલાકે લખ્યું હતું કે પોલીસને સેલિબ્રિટીઓ દ્વારા નિયમભંગ દેખાતો નથી.  તૃપ્તિ અને સેમ મર્ચન્ટ વારંવાર જાહેરમાં સાથે જોવા મળે છે. તેઓ એક રેસ્ટોરન્ટમાં પણ સાથે જોવા મળ્યા હતા.