મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીઓ હજુ લાપતા
September 05, 2025
મહીસાગર : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ગઈકાલે ગુરુવારે અચાનક 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા, તાત્રોલી નજીક આવેલા અજંતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગંભીર દુર્ઘટના બની છે. પાણીનો પ્રવાહ એકાએક વધવાથી પ્લાન્ટના કૂવામાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા છે. આ ઘટનાને પગલે NDRF, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે, પરંતુ 24 કલાકથી વધુ સમય વિતવા છતાં ગુમ થયેલા કર્મચારીઓનો કોઈ પત્તો લાગ્યો નથી.
આ ઘટનામાં બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું કે, બપોરે લગભગ 3 વાગ્યે અચાનક પ્લાન્ટની અંદર 200 ફૂટ નીચે એક બ્લાસ્ટ થયો અને પાણીનો પ્રવાહ એટલી ઝડપથી અંદર ઘૂસી ગયો કે કોઈને સંભાળવાનો સમય જ ન મળ્યો. તે સમયે પ્લાન્ટની અંદર લગભગ 15થી વધુ કર્મચારીઓ હતા, જેમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા. જેમને તરતા આવડતું હતું અથવા કોઈ વસ્તુ પકડી શક્યા, તેઓનો બચાવ થયો, પરંતુ બાકીના પાંચ કર્મચારીઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા.
ગુમ થયેલા યુવકોના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. ગોધરાના એક ગુમ થયેલા યુવકના પરિજને સરકાર અને તંત્રને અપીલ કરી છે કે તેમના પ્રિયજન જીવિત કે મૃત હાલતમાં પણ જલ્દીથી મળે. જિલ્લા વહીવટી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ બચાવ કામગીરી ચાલી રહી છે.
Related Articles
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે મોપેડને અડફેટે લેતા માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે...
Jun 27, 2026
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ શોના નામે સુરતના વેપારી સાથે રૂ. 1.41 કરોડની ઠગાઈ!
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના...
Jun 26, 2026
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસા...
Jun 25, 2026
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ પ્રેમિકા સાથે અમેરિકા ભાગ્યો, 24 વર્ષનો સંસાર તૂટ્યો
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ...
Jun 25, 2026
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ...
Jun 24, 2026
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જ...
Jun 22, 2026
Trending NEWS
26 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026