Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ગુજરાતમાં 8 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ નર્મદાના સાગબારામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ

June 25, 2025

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યુ છે, ત્યારે આજે બુધવારે (25 જૂન) રાજ્યના 84 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 5.04 ઈંચ અને વડોદરાના પાદરામાં બે કલાકમાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. 59 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. 

રાજ્યમાં આજે બુધવારે સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 4.8 ઈંચ, તાપીના કુકરમુંડામાં 4.29 ઈંચ, નર્મદાના ડેડિયાપાડામાં 4.21 ઈંચ, મહીસાગરના લુણાવાડામાં 3.83 ઈંચ, તાપીના વ્યારામાં 3.5 ઈંચ, ડાંગના વઘઈમાં 2.56 ઈંચ, વડોદરાના પાદરા અને દાહોદના ફતેપુરામાં 2.36-2.36 ઈંચ, સુરતના કામરેજમાં 2.2 ઈંચ, નવસારીના વાંસદા અને મહીસાગરના સંતરામપુરમાં 2.09-2.09 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય 71 જેટલા તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો છે.