ગુજરાતમાં મેઘમહેર: હવામાન વિભાગે 7 જિલ્લામાં જાહેર કર્યું રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
August 19, 2025
છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. માંગરોળમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 82 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 12 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યું છે. તો બીજી તરફ વેરાવળમાં 6 ઇંચ અને કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, તાલાલા અને ઉનામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 18 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 76.40 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026