Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ગુજરાતમાં મેઘરાજાની મુશળધાર એન્ટ્રી: 8 જિલ્લામાં રેડ ઍલર્ટ, 62થી 87 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

June 14, 2025

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે શનિવારે (14 જૂન) અમરેલી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, ગોંડલ, સુરત, નવસારી, તાપી, વડોદરા, રાજકોટ સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. તેવામાં હવામાન વિભાગે આજે 14 જૂને રાત્રે 10 વાગ્યાથી આગામી 3 કલાક માટેનું Nowcast જાહેર કર્યું છે.

આ જિલ્લામાં રેડ એલર્ટ 

હવામાન વિભાગના 14 જૂનના Nowcast મુજબ, રાજ્યમાં આજે રાત્રે 10 વાગ્યાથી આગામી 3 કલાક માટે ભાવનગર, બોટાદ, ભરૂચ, આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જિલ્લામાં ગાજવીજ અને 62-87 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.