દેશમાં મેઘતાંડવ : દિલ્હી-યુપી પાણીમાં, મહારાષ્ટ્ર-હરિયાણા બેહાલ અને હિમાચલ-ઉત્તરાખંડના પહાડો તૂટ્યા!
July 10, 2026
ભારતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદે આફત મચાવી દીધી છે. દિલ્હીમાં ભારે વરસાદને કારણે વીઆઈપી વિસ્તારો સહિત અનેક રસ્તાઓ સમંદર બની ગયા છે, જ્યારે મહારાષ્ટ્રની નદીઓમાં પૂર આવતા હજારો ગેસ સિલિન્ડર પાણીમાં વહી ગયા છે. ઉત્તર પ્રદેશના અનેક શહેરો પાણીમાં ડૂબ્યા છે અને હરિયાણાના ગુરુગ્રામમાં ઈમારતની આખી બાલકની તૂટી પડી છે. ગુજરાતના સુરતમાં માત્ર 2 દિવસમાં 400 મિલીમીટર વરસાદ પડતાં ટેક્સટાઈલ માર્કેટો સહિત આખું શહેર પાણીમાં ગરકાવ થયું છે, જ્યારે બીજી તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં ભયાનક લેન્ડસ્લાઇડ (ભૂસ્ખલન) ના કારણે પહાડો તૂટી રહ્યા છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે.
દિલ્હીના અનેક વિસ્તારોમાં માત્ર થોડા કલાકોના વરસાદમાં જ રસ્તાઓ નદી જેવા બની ગયા છે. સંગમ વિહાર અને જહાંગીરપુરી જેવા વિસ્તારોમાં બસો અને કારો પાણીમાં ડૂબેલી જોવા મળી હતી. ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણ ચોક થઈ જતાં લાખો લોકો બંધક બન્યા છે. આ દરમિયાન દિલ્હીના રોહિણી સેક્ટર-16 માં એક મોટી દુર્ઘટના ઘટી છે, જ્યાં વરસાદ વચ્ચે એક 4 માળની નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં 3 લોકોના મોત નીપજ્યા છે.
મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાયગઢ જિલ્લાની પનવેલ તહસીલમાં આવેલી પાતાળગંગા નદીમાં અચાનક પૂર આવ્યું હતું. આ પૂરનું પાણી નજીકના એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં ઘૂસી જતાં અંદાજે 3,000 જેટલા ગેસ સિલિન્ડર નદીના ધસમસતા પ્રવાહમાં વહી ગયા હતા. નદીમાં તરતા સિલિન્ડરોને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતા, જેના કારણે પ્રશાસને લોકોને ચેતવણી આપવી પડી છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, નોઈડા, મેરઠ અને અલીગઢમાં મુશળધાર વરસાદ પડ્યો છે. ગાઝિયાબાદના વસુંધરામાં રોડ બેસી જતાં એક કાર જમીનની અંદર ધસી ગઈ હતી, જ્યારે ઇન્દિરાપુરમમાં હાઇવે પર કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. મથુરાના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના મુખ્ય માર્ગો અને દુકાનોમાં પાણી ભરાઈ જતાં શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે. સહારનપુરમાં નદીના પ્રવાહમાં વહી ગયેલા બાઇક સવારોને માંડ-માંડ બચાવવામાં આવ્યા હતા.
બીજી તરફ, હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદના કારણે એક હાઇરાઇઝ ઇમારતની આખી બાલકની નીચે તૂટી પડી હતી.
મેદાની વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે, તો પહાડી રાજ્યોમાં લેન્ડસ્લાઇડ આફત બનીને તૂટી પડ્યું છે. હિમાચલ પ્રદેશના પાંગીમાં અચાનક પહાડનો એક મોટો હિસ્સો તૂટીને હાઇવે પર આવી પડ્યો હતો. ઉત્તરાખંડના ટિહરીમાં પણ પહાડ દરકવાને કારણે એક જૂની ખાલી ઇમારત પત્તાની મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી. જમ્મુ-કાશ્મીરના વૈષ્ણો દેવી માર્ગ પર પણ લેન્ડસ્લાઇડ થતાં સુરક્ષાના ભાગરૂપે બેટરીથી ચાલતા ઓટો પર હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Related Articles
વાયદા બજારમાં ફરી કડાકો, ઓલ ટાઈમ હાઈથી ચાંદી 2 લાખ તો સોનું 50,000 રૂપિયા સસ્તું
વાયદા બજારમાં ફરી કડાકો, ઓલ ટાઈમ હાઈથી ચ...
Jul 09, 2026
ભારે વરસાદની આગાહી વચ્ચે જાફરાબાદનો દરિયો તોફાની બન્યો: બંદર પર 3 નંબરનું સિગ્નલ
ભારે વરસાદની આગાહી વચ્ચે જાફરાબાદનો દરિય...
Jul 04, 2026
આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે, અમેરિકાના વિદેશ મંત્રી રુબિયોની જાહેરાત
આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત...
Jun 27, 2026
NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, ગાઝિયાબાદમાં રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો
NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી...
Jun 20, 2026
મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા
મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રે...
Jun 15, 2026
ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત
ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિ...
Jun 10, 2026
Trending NEWS
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
05 July, 2026