હવામાન વિભાગની આગાહી, મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર
June 16, 2025
મુંબઇમાં ચોમાસાનુ આગમન થયા બાદ વરસાદનું નામોનિશાન ન હતુ. પરંતુ હવે ફરી એકવાર મુંબઇમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારથી જ મુંબઇમાં વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ ઉપનગરોમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને દક્ષિણ મુંબઈ અને પશ્ચિમ ઉપનગરોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. અધિકારીઓ એલર્ટ પર છે, અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો સ્ટેન્ડબાય પર છે. ભારતીય હવામાન વિભાગની સાત દિવસની આગાહી મુજબ સોમવારે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.
ખાસ કરીને દક્ષિણ મુંબઈ અને પશ્ચિમી ઉપનગરોના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. આ ઉપરાંત ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ તેમજ ટ્રાફિક જામની ચેતવણી આપતા ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. દક્ષિણ મુંબઇ અને વેસ્ટર્ન ઉપનગરોમાં સૌથી વધારે પરોઢીએ 2થી 5માં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે વરસાદને લઇને સોમવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026