20 વર્ષે રિંગમાં ઊતરનાર 'બોક્સિંગનો બ્રેડમેન' માઈક ટાયસન હાર્યો, જેક પોલ જીત્યો 338 કરોડ રૂ.
November 16, 2024
અમેરિકાના દિગ્ગજ બોક્સર 'બોક્સિંગનો બ્રેડમેન' માઈક ટાયસને લગભગ 20 વર્ષ બાદ પ્રોફેશનલ બોક્સિંગમાં વાપસી કરી છે. જો કે, તેની આ વાપસી યાદગાર નથી રહી. જેક પોલ સામેની શાનદાર મેચમાં તેને 74-78થી હારનો સામનો કરવો પડ્યો છે. જજોએ સર્વસંમતિથી જેકને વિજેતા જાહેર કર્યા છે. ટાયસન પ્રથમ બે રાઉન્ડમાં આગળ હતો, પરંતુ બાકીના છ રાઉન્ડમાં તેને પછાડી દેવામાં આવ્યો હતો.જેક અને ટાયસન વચ્ચે ઉંમરમાં 30 વર્ષનું અંતર છે. 58 વર્ષનો હોવા છતાં ટાયસને અંત સુધી હાર ન માની. આમ જોવા જઈએ તો માઈક ટાયસનની પ્રોફેશનલ બોક્સિંગ કારકિર્દીની આ સાતમી હાર હતી.આ પહેલા ટાયસને તેની છેલ્લી પ્રોફેશનલ મેચ વર્ષ 2005માં કેવિન મેકબ્રાઈડ સામે રમી હતી, જેમાં પણ તેણે હારનો સામનો કરવો પડ્યો હતો.ટાયસન અને જેક પોલ વચ્ચેનો મુકાબલો 16 નવેમ્બર (શનિવાર)ના રોજ આર્લિંગ્ટન (USA)ના AT&T સ્ટેડિયમમાં થયો હતો. માઈક ટાયસન અને જેક પોલ વચ્ચેનો આ હેવીવેઈટ મુકાબલો આઠ રાઉન્ડનો હતો. માઈક ટાયસને પ્રથમ રાઉન્ડ 10-9થી જીત્યો હતો. બીજા રાઉન્ડમાં પણ તેણે 10-9થી જીત મેળવી હતી. જેક પોલે ત્રીજા રાઉન્ડમાં વાપસી કરી અને કેટલાક સોલિડ પંચ માર્યા હતા. જેક પોલે ત્રીજા રાઉન્ડમાં 10-9થી જીત મેળવી હતી. ત્યારબાદ ચોથો રાઉન્ડ પણ 10-9થી પોલના પક્ષમાં રહ્યો હતો. ચોથા રાઉન્ડ બાદ સ્કોર બરાબર (38-38) રહ્યો હતો. પાંચમા રાઉન્ડમાં માઈક ટાયસનને પોલના ઓવરહેન્ડ પંચથી ચહેરા પર જોરદાર ઈજા પહોંચી જેના કારણે તેનો મોમેન્ટમ સંપૂર્ણ રીતે તૂટી ગયો. જેક પોલે પાંચમો રાઉન્ડ પેતાના નામે કરી મેચમાં લીડ મેળવી લીધી. ત્યારબાદ પોલે છઠ્ઠો, સાતમો અને આઠમો રાઉન્ડ પણ પોતાના નામે કરી લીધો. માઈક ટાયસનને આ મેચમાંથી 20 મિલિયન ડોલર (લગભગ 169 કરોડ રૂપિયા) મળ્યા. જ્યારે તેના હરીફ જેક પોલને 40 મિલિયન ડોલર (લગભગ 338 કરોડ રૂપિયા) મળ્યા છે.
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસા...
29 September, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની...
29 September, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડ...
29 September, 2026
હું ફક્ત આંકડા માટે નથી રમતો : વિરાટ કોહલી
29 September, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબ...
29 September, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા...
29 September, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત...
29 September, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
29 September, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી...
29 September, 2026
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પો...
29 September, 2026