મોદીએ સુશીલા કાર્કીને પાઠવી શુભકામના

September 13, 2025

નેપાળમાં હિંસા બાદ વચગાળાની સરકાર બની છે. સુશીલા કાર્કીને દેશની કમાન સોંપવામાં આવી છે. સુશીલા કાર્કી વચગાળાના પીએમ બનતા ભારતે તેમને શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતા બનાઇ રહે તેવી આશા. ભારતે કહ્યું કે તેઓ બંને દેશોની જનતાની ભલાઇ માટે એક સાથે મળીને કામ કરતા રહેશે.

મહત્વનું છે કે નેપાળમાં યુવાઓ દ્વારા સોશિયલ મીડિયા બંધ કરવાને લઇને વિરોધ કરાયો ગતો. જે બાદ નેપાળના પૂર્વ પીએમ કેપી ઓલી શર્માએ તાત્કાલિક રાજીનામુ આપવુ પડ્યું હતું. જે બાદ નેપાળની જનતાએ વચગાળાની સરકાર તરીકે સુશીલા કાર્કીની પસંદગી કરી.

ભારત દ્વારા સુશીલા કાર્કીના નેતૃત્વમાં રચાયેલી નેપાળની વચગાળાની સરકારનું સ્વાગત કરે છે. ભારતે કહ્યું, 'અમે સુશીલા કાર્કીના નેતૃત્વમાં નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે આ શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે.' વધુમાં કહેવામાં આવ્યું હતું કે નેપાળ ભારતનો સૌથી નજીકનો પાડોશી છે અને લાંબા સમયથી ભારતનો વિકાસ ભાગીદાર રહ્યો છે. બંને દેશો લોકોના કલ્યાણ અને પ્રગતિ માટે નેપાળ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.