Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

મોહમ્મદ શમીની 'જાદૂઈ' બોલિંગ, 3 T20 મેચમાં 11 વિકેટ ઝડપી, બેટર્સના હોશ ઊડી ગયા

December 09, 2025

ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાનો પ્રયાસ કરી રહેલા મોહમ્મદ શમી જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. શમીએ ગત ત્રણ T20 મેચમાં 11 વિકેટ ઝડપી છે. સર્વિસેજ અને પુડુચેરી પછી શમીએ હરિયાણા સામે શમીએ જાદૂઈ બોલિંગ કરવાના કારણે બેટર્સને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શમી તેના જૂના ફોર્મમાં જોવા મળ્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં બંગાળ અને હરિયાણા વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, નવા બોલ સાથે શમીનો પ્રભાવ એટલો સારો રહ્યો ન હતો. તેણે બે ઓવરમાં 20 રન આપ્યા હતા. આ પછી, શમી ડેથ ઓવરમાં પાછો ફર્યો, જ્યાં તેણે બે ઓવરમાં 10 રન આપીને ચાર બેટરને આઉટ કર્યા હતા.  જ્યારે 18મી ઓવરમાં શમીએ સુમિત કુમાર અને આશિષ સિવાચને અને છેલ્લી ઓવરમાં યશવર્ધન દલાલ અને અર્પિત રાણાને આઉટ કર્યા હતા. આનાથી હરિયાણા 20 ઓવરમાં 191 રન બનાવી શક્યું હતું. જોકે, બંગાળ ટાર્ગેટ પૂરો ન કરતાં 24 રનથી મેચ હારી ગયું હતું. મોહમ્મદ શમીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કર્યું. શમીએ 7 મેચમાં 14.93ની સરેરાશથી 16 વિકેટ પોતાના નામે કરી છે. શમી આ વખતે IPL 2026માં મજબૂત પ્રદર્શન કરીને પોતાને સાબિત કરવા માગે છે. તે આગામી સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમશે, જ્યાં તેની ડેથ બોલિંગ ટીમ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. શમી છેલ્લે ટીમ ઈન્ડિયા માટે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમ્યો હતો.