Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ટ્રાન્સપોર્ટમાં મોટેપાયે દારૂની હેરાફેરી, હરણીના ટ્રાન્સપોર્ટરને ત્યાંથી 4.22 લાખનો દારૂ પકડાયો

June 03, 2025

દારૂની હેરાફેરી માટે હવે ટ્રાન્સપોર્ટરોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે હરણી વિસ્તારની વધુ એક ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી દારૂનો મોટો જથ્થો પોલીસને હાથ લાગ્યો છે. હરણી ગોલ્ડન ચોકડી વિસ્તારમાં આવેલી કેપી ટ્રાન્સપોર્ટમાં દારૂનો જથ્થો બહારથી આવ્યો હોવાની વિગતો મળતા હરણી પોલીસે સામાનની ચકાસણી કરી હતી. જે દરમિયાન હરિયાણા પંચકુલાથી આવેલી પ્લાસ્ટિકની 114 નંગ પેક બાલ્ટીઓની તપાસ કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ડોલોના બિલ તપાસતા તેમાં હાઇડ્રોલિક ઓઇલ ભર્યું હોવાના બિલ મળી આવ્યા હતા. જેમાં 38 ડોલ ગાયત્રી ટ્રેડર્સ 38 ડોલ હરિઓમ સ્ટીલ વર્કસ મકરપુરા અને 38 ડોલ એચ એ ટ્રેડિંગના નામે મોકલવાની હતી.  આ પૈકી 38 ડોલ જશવંત ભગવાનભાઈ ડાભી વિનાયક રેસીડેન્સી વડોદરા ટેમ્પો લઈને લેવા માટે આવેલ હતા. જ્યારે બીજી ડોલ પછીના ફેરામાં લઈ જવાના હતા. પોલીસે કુલ 76 ડોલમાંથી નાની મોટી 1398 નંગ દારૂની બોટલ કબજે કરી હતી. જેની કિંમત 4.22 લાખ થાય છે. પોલીસે જથ્થો મંગાવનાર જશવંતભાઈ ડાભી તેમજ માલ સપ્લાય કરનાર વિવેક એન્ટરપ્રાઇઝના સંચાલક સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.