નરેશ ગોયલને 230 કરોડ આપ્યા છે, સુપ્રીમના જજના નામે ડિજીટલ અરેસ્ટ કરી 24 લાખ પડાવી લીધા
November 23, 2024
અમદાવાદ : અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝને નરેશ ગોયલે 230 કરોડ રૂપિયા આપ્યાનો મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું કહીને કાયદેસરની કાર્યવાહીના નામે ડીજીટલ એરેસ્ટ કર્યા બાદ સુપ્રિમ કોર્ટમાં કેસ હોવાનું કહીને જજના નામે કોલ કરાવીને ડરાવ્યા બાદ છેતરપિંડી કરતી ગેંગ દ્વારા 24 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટના જજના નામે વોટસએપ કોલ કરીને ભોગ બનનારને ડરાવવામાં આવ્યા : સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો
નવરંગપુરામાં આવેલા સંજીવની બંગ્લોઝમાં રહેતા કનૈયાલાલ બાફના (ઉ.વ.87)ને ગત 11મી નવેમ્બરના રોજ અજાણ્યા મોબાઇલ નંબરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ટેલીકોમ રેગ્યુલેટર ઓથોરીટીના અધિકારી તરીકે આપીને ફોન બે કલાક બંધ કરીને કોલ સીબીઆઇમાં ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. સીબીઆઈના અધિકારીના નામે કોલ કરનારે કનૈયાલાલને જણાવ્યું હતું કે તમારા વિરૃદ્ધ 230 કરોડ રૂપિયા નરેશ ગોયલને આપ્યાનો મની લોન્ડરીંગનો કેસ થયો છે. એટલું જ કોલ કરનારે એમ કહ્યું હતું કે તમે નરેશ ગોયલ સાથે ટેલીફોન પર વાત કર્યાના પુરાવા છે. તે પછી સુપ્રિમ કોર્ટના જજ ખન્નાના નામે કોલ આવ્યો હતો. તેણે એરેસ્ટ વોરંટની વાત કરીને કહ્યુ હતું કે જો તમે તપાસમાં સહયોગ નહી આપો તો તમારા દીકરા સામે પણ કાર્યવાહી થશે. તમે હાલ એરેસ્ટ છો અને તમે અમારી પરવાનગી વિના ક્યાય નહી જઇ શકો. ત્યારબાદ કનૈયાલાલ પાસેથી ફીક્સ ડીપોઝીટ અને અન્ય રોકાણની 24 લાખ જેટલી રકમ વેરિફીકેશન માટે એક એકાઉન્ટમાં મંગાવીને છેતરપિડી આચરવામાં આવી હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરી છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026