નાઈઝીરીયામાં ક્રિસમસ દરમિયાન નાસભાગ, 32ના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
December 22, 2024
નાઈઝીરીયા : ક્રિસમસ દરમિયાન જર્મની બાદ હવે નાઈઝીરીયામાં માતમમાં છવાયો છે. અહીં તહેવારની ઉજવણીના બે કાર્યક્રમ દરમિયાન દાન તેમજ ખાદ્ય સામગ્રીનું વિતરણ કરતી વખતે નાસભાગ મચી છે. પોલીસે આજે કહ્યું કે, ‘આ ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. ખાદ્ય સામગ્રી લેવા માટે મોટી ભીડ ઉમટી હતી, આ દરમિયાન અચાનક નાસભાગ થતા લોકો જમીન પર પડી ગયા, જેમાં કેટલાક લોકોના મોત થયા છે.’
પોલીસ પ્રવક્તા તોચુકુ ઈકેંગાએ કહ્યું કે, ‘દક્ષિણ-પૂર્વ અનમ્બ્રા રાજ્યના ઓકિજા શહેરમાં પ્રથમ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 22 લોકોના મોત થયા છે. ઓકિજામાં ક્રિસમસ તહેવાર નિમિત્રે એક દાનવીરે ભોજન વિતરણનું આયોજન કર્યું હતું, આ દરમિયાન નાસભાગ મચી હતી. આ ઉપરાંત રાજધાની અબુજામાં એક ગિરજાઘરમાં ભોજન તેમજ કપડાં વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાસભાગ મચી હતી, જેમાં 10 લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ છે.
આ પહેલા શનિવારે (21 ડિસેમ્બર) જર્મનીમાં ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા અને 7 ભારતીયો સહિત 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે, 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણીના અવસર પર યુરોપના બજારોમાં વિવિધ ગીત-સંગીતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અહીં લોકોની ભારે ભીડ જામે છે. આ સમય દરમિયાન લોકોને ગિફ્ટ પણ વહેંચવામાં આવે છે. આ દરમિયાન નાસભાગ મચી જવાને કારણે આ અકસ્માત થયો હતો.
Related Articles
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વ...
Jul 16, 2026
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026