ગુજરાતના 206 ડેમમાં નવા નીરની આવક: 8 ડેમ છલકાયા, 14 હાઈ ઍલર્ટ પર
June 22, 2025
બનાસકાંઠા- ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લામાં આવેલા નદી-ડેમ છલકાયા છે. હવામાન વિભાગે આજે રવિવારે (22 જૂન) સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને ડેમને લઈને આંકડાકિય માહિતી જાહેર કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં સરેરાશ 15.04 મિ.મી. વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે 206 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં 8 ડેમ 100 ટકા ભરાયા છે અને 14 જેટલાં ડેમો હાઈ ઍલર્ટ પર છે, ત્યારે ચાલો જાણીએ કયા ડેમની શું છે સ્થિતિ.
હવામાન વિભાગ મુજબ, આજે 22 જૂનની સાંજે 4 વાગ્યા સુધીના રિપોર્ટ પ્રમાણે નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો, 454.98 ફૂટ સંપૂર્ણ જળાશય સ્તર અને 389.96 ફૂટ હાલનું પાણીનું સ્તર છે. જેમાં 8 ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 26 ડેમ 70-100 ટકા, 22 ડેમ 50-70 ટકા, 57 ડેમ 25-50 ટકા અને 99 ડેમ 25 ટકાથી નીચેના સ્તરે ભરાયેલા છે. જેમાં 14 ડેમને હાઈ ઍલર્ટ, 9 ડેમને ઍલર્ટ અને 11 ડેમને લઈને વોર્નિંગ આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે (22 જૂન) બનાસકાંઠા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ એમ 7 જિલ્લામાં રેડ ઍલર્ટ છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં યલો ઍલર્ટને લઈને ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 28 જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.
Related Articles
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026