નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: લંડનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક, અંતિમ પ્રક્રિયા શરૂ
April 15, 2026
પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને દેશમાંથી ભાગી ગયેલા નીરવ મોદીના પ્રત્યાર્પણનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પ્રત્યાર્પણને લઈને અત્યાર સુધી જે પણ કાયદાકીય અડચણો હતી તે હવે દૂર થઈ ગઈ છે.
બ્રિટનમાં નીરવ મોદી પાસે કાયદામાંથી બચવા માટેના તમામ વિકલ્પો હવે પૂરા થઈ ગયા છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ની એક ખાસ ટીમ લંડન પહોંચી ગઈ છે. સીબીઆઈની આ ટીમે લંડનમાં બ્રિટનના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ સાથે બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ નીરવ મોદીના પ્રત્યાર્પણ સાથે જોડાયેલી અંતિમ પ્રક્રિયા અને સુરક્ષાના મુદ્દાઓને તપાસવાનો હતો. એવી પૂરી શક્યતા છે કે નીરવ મોદી ટૂંક સમયમાં ભારત પરત ફરશે અને તેની સામે કડક કાયદાકીય પગલાં લેવાશે.
લંડનમાં જરૂરી કાર્યવાહી પૂરી કરીને CBIની આ ટીમ ભારત પરત આવશે. ત્યારબાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે ફાઈનલ ઑપરેશન કરીને પ્રત્યાર્પણને અંજામ આપવામાં આવશે. જો આ ઑપરેશન સફળ થશે તો તે કેન્દ્ર સરકારની એક મોટી સિદ્ધિ ગણાશે. લંડનથી પરત આવ્યા બાદ આ ટીમ આશરે બે અઠવાડિયામાં જ સ્ટ્રાસબર્ગમાં આવેલી યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સમાં જશે. આ કોર્ટમાં નીરવ મોદીના કેસની સંપૂર્ણ દલીલ રજૂ થશે, જેના માટે જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026