SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
September 20, 2026
દિલ્હી ઃ દેશભરમાં મતદાર યાદીને સચોટ અને વ્યવસ્થિત બનાવવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન બહાર આવેલી નોટિસની યાદીમાં અનેક અગ્રણી નેતાઓ, વરિષ્ઠ અધિકારીઓ અને દિગ્ગજ હસ્તીઓના નામ સામે આવ્યા છે. સામાન્ય નાગરિકોની જેમ જ જાણીતા લોકોના રેકોર્ડની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે, જેને કારણે આ સમગ્ર પ્રક્રિયા દેશભરમાં ચર્ચાનો વિષય બની છે.
એસ. એસ. સંધૂને ચૂંટણી પંચના રેકોર્ડમાં નોંધાયેલા નામ અને અન્ય ઉપલબ્ધ સત્તાવાર દસ્તાવેજો વચ્ચે સ્પેલિંગમાં તફાવત હોવાને કારણે નોટિસ પાઠવવામાં આવી છે. એસ. જયશંકરને મતદાર યાદીની ચકાસણી દરમિયાન ચૂંટણી રેકોર્ડ અને ઉપલબ્ધ દસ્તાવેજોની માહિતીની ખરાઈ કરવાના હેતુથી નોટિસ જારી કરવામાં આવી છે. કપિલ સિબ્બલને અગાઉના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ના રેકોર્ડ સાથે વર્તમાન ડેટા સીધો મેપ ન થઈ શકવાને કારણે સ્પષ્ટતા માટે નોટિસ મોકલવામાં આવી છે.
આ ઉપરાંત વિક્રમ મિસરીને વિદેશ સચિવના અગાઉના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન રેકોર્ડ સાથે હાલની માહિતીનું મેચિંગ ન થવાને લીધે દસ્તાવેજી ચકાસણી માટે નોટિસ પાઠવવામાં આવી છે. લાલકૃષ્ણ અડવાણીને રેકોર્ડમાં જૂના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ડેટા સાથે અનમેપિંગ તેમજ ચૂંટણી દસ્તાવેજોમાં રહેલી તાર્કિક વિસંગતતાના કારણે નોટિસ જારી થઈ છે. જ્યારે તેમની પુત્રીના કિસ્સામાં પણ જૂના રેકોર્ડ સાથે વિગતો ન મળવી અથવા તાર્કિક વિસંગતતા હોવાના લીધે નોટિસ આપવામાં આવી છે. અભિષેક મનુ સિંઘવીને ચૂંટણી યાદીના જૂના ડેટા સાથે રેકોર્ડ ન મળવો અથવા ડેટાબેઝમાં રહેલી તાર્કિક વિસંગતતા અને સ્પષ્ટતા માટે નોટિસ અપાઈ છે. જ્યારે અરવિંદ કેજરીવાલને મતદાર યાદીના જૂના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન રેકોર્ડ સાથે વિગતો અનમેપ હોવી અથવા રેકોર્ડમાં તાર્કિક વિસંગતતા જણાતા ચકાસણી અર્થે નોટિસ પાઠવવામાં આવી છે.
Related Articles
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
18 September, 2026
18 September, 2026