Breaking News :
ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા

ન વિરાટ, ન રોહિત... વિશ્વના સૌથી પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં સ્મૃતિ મંધાના એકમાત્ર ભારતીય; મેસી-રોનાલ્ડો સાથે જોડાયું નામ

June 17, 2026

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના હંમેશા પોતાની રમત માટે સમાચારમાં રહે છે. ભારતની મંધાનાએ મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન ફરી એકવાર દેશ માટે સન્માન વધાર્યું છે. સ્મૃતિએ એવી યાદીમાં સ્થાન મેળવ્યું જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનો પણ સમાવેશ નથી. પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિનની 2026 માટે વિશ્વના સૌથી 100 પ્રભાવશાળી ખેલાડીઓની યાદીમાં ભારતની એકમાત્ર ખેલાડી મંધાનાને સ્થાન મળ્યું છે. ટાઇમની આ યાદીમાં વિશ્વભરના એવા ખેલાડીઓ અને દિગ્ગજોના નામ છે જેઓ આજે રમતગમતની દુનિયામાં પરિવર્તન લાવી રહ્યા છે. આ યાદીમાં અમેરિકન બાસ્કેટબોલ દિગ્ગજ લેબ્રોન જેમ્સ, ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ટેનિસ સેન્સેશન કાર્લોસ અલ્કારાઝ જેવા વ્યક્તિના નામોનો સમાવેશ થાય છે. આ દિગ્ગજોની યાદીમાં 29 વર્ષીય સ્મૃતિ મંધાનાનો પણ સમાવેશ થયો છે. મંધાનાના નામે ક્રિકેટ જગતમાં અનેક મહત્ત્વપૂર્ણ રૅકોર્ડ છે. તે ઘરેલુ ODI મેચમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા છે. મંધાના ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા પણ છે. સ્મૃતિના નામે કુલ 17 આંતરરાષ્ટ્રીય સદી છે, જે મહિલા ક્રિકેટમાં સંયુક્ત રીતે સૌથી વધુ છે. મંધાના એક કેલેન્ડર વર્ષમાં 1,000થી વધુ ODI રન બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર પણ છે. મંધાનાએ મહિલા T20 વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી છે, જેમાં તેણે પાકિસ્તાન સામે 68 રન બનાવ્યા છે. મંધાનાએ મહિલા T20 વર્લ્ડ કપમાં માત્ર 26 ઇનિંગ્સમાં પાંચ અડધી સદી ફટકારી છે. મંધાના હરમનપ્રીત કૌર અને મિતાલી રાજ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ અડધી સદી ફટકારનારી ભારતીય બેટર છે.