ઓલિમ્પિક-2036: અમદાવાદ અને ગાંધીનગર સત્તામંડળના મર્જરની તૈયારી
June 19, 2026
અમદાવાદ: આગામી સમયમાં ઓલિમ્પિક-2036 સહિતના વૈશ્વિક આયોજનની યજમાની જ્યારે ગુજરાતને મળવા જઈ રહી છે, ત્યારે તેને ધ્યાને લઈને ગુજરાત સરકાર અમદાવાદ અને ગાંધીનગરના શહેરી વિસ્તારોને એક જ વહીવટી માળખા હેઠળ લાવવા માટે એક મહત્વપૂર્ણ યોજના તૈયાર કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ યોજના હેઠળ, અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (ઔડા) અને ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીને (ગુડા) મર્જ કરીને એક સંયુક્ત શહેરી સત્તામંડળની રચના કરવામાં આવી શકે છે. જેના માટે એક નવી વિકાસ યોજના-2041 તૈયાર કરવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર, હાલમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીનો વિસ્તાર આશરે 2600 ચોરસ કિલોમીટર છે, જેને નવી યોજના હેઠળ 5000 થી 6000 ચોરસ કિલોમીટર સુધી વધારવાની યોજના હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ નવી વિકાસ યોજના દ્વારા બે મહાનગર પાલિકા, બે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી અને પાંચ નગરપાલિકાઓને એક છત્ર નીચે લાવશે. જેના પરિણામે ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, એફએસઆઈ અને ઝોનિંગ કાયદાઓ એકસમાન થઈ જશે.
સરકારની આ પહેલથી ગુજરાતમાં પણ મુંબઈમાં જે રીતે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલોપમેન્ટ ઓથોરીટી કામગીરી કરે છે તે રીતે આ જોઇન્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી અમદાવાદ-ગાંધીનગરના વિકાસ, પ્રદૂષણ નિયંત્રણ અને કચરા વ્યવસ્થાપનનું સંચાલન કરશે. આ સાથે જ બીઆરટીએસ, મેટ્રો અને સિટી બસ જેવી સ્થાનિક પરિવહન સેવાઓ પણ એક જ છત્ર નીચે આવી જવાથી તેનો લાભ સીધો નાગરિકોને મળી રહેશે. આ સાથે જ કલોલ, દહેગામ, સાણંદ, બાવળા, છત્રાલ અને ચાંગોદર ઉપરાંત મહેમદાવાદ સહિતના અન્ય વિસ્તારોમાં પણ અમદાવાદ જેવી જ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે
Related Articles
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026