નવસારી-મરોલી રોડ પર બેફામ કારચાલકે બાઈકને મારી ટક્કર, પિતા-પુત્રનું બ્રિજ પરથી નીચે પટકાતા મોત
November 18, 2025
નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતા કારચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક પર સવાર પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને કારચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, કારચાલક હરીશ નવીન મિસ્ત્રી કાર લઈને મરોલીથી નવસારી તરફ આવી રહ્યો હતો. જ્યારે બાઈક પર સવાર અમૃત મિસ્ત્રી (પિતા) અને હિરેન અમૃત મિસ્ત્રી (પુત્ર) નવસારીથી મરોલી તરફ જઈ રહ્યા હતા. આ દમિયાન કારચાલક હરીશ મિસ્ત્રી પૂરઝડપે કાર હંકારી રહ્યો હતો અને મોબાઈલ પર વાત કરી રહ્યો હોવાથી તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ કાર સામેથી આવતી બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર બ્રિજની દીવાલ સાથે અથડાઈ હતી.
આ ભયાનક અકસ્માતમાં પિતા અમૃત મિસ્ત્રીનું બ્રિજ પર જ અવસાન થયું હતું. જ્યારે પુત્ર હિરેન મિસ્ત્રી ટક્કર બાદ બ્રિજ પરથી નીચે પટકાતાં ગંભીર ઈજાઓને કારણે તેનું પણ મોત નિપજ્યું હતું. બંને મૃતક અને કારચાલક ત્રણેય મરોલીના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026