24 કલાકમાં બદલાયા IPLની બે ફ્રેન્ચાઈઝીના માલિક, RCB 16,600 કરોડમાં વેચાઈ
March 25, 2026
નવી દિલ્હીઃ આઈપીએલની ડિફેન્ડિંગ ચેમ્પિયન અને સૌથી ચર્ચિત ટીમોમાંની એક રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) હવે નવા માલિકોના હાથમાં ગઈ છે. આદિત્ય બિરલા ગ્રુપ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ, બોલ્ટ વેન્ચર્સ અને બ્લેકસ્ટોનના કન્સોર્ટિયમે ટીમને 1.78 બિલિયન ડોલર (આશરે ₹16,600 કરોડ)માં ખરીદી લીધી છે. નોંધનીય છે કે આ ડીલ પહેલાં રાજસ્થાન રોયલ્સ પણ આશરે ₹15,000 કરોડમાં વેચાઈ હતી, એટલે માત્ર 24 કલાકમાં જ બે મોટી આઈપીએલ ટીમોની માલિકી બદલાઈ ગઈ છે.
આરસીબીની ડીલ યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ સાથે થઈ હોવાનું જણાવાયું છે, જેમાં ટીમનો 100 ટકા હિસ્સો ટ્રાન્સફર થશે. આ ડીલમાં પુરુષ ટીમ સાથે મહિલા ટીમ પણ સામેલ છે, એટલે બંને ટીમોની માલિકી હવે આ ચારેય કંપનીઓ પાસે રહેશે.
નવા માળખા મુજબ આદિત્ય બિરલા ગ્રુપના આર્યમાન વિક્રમ બિરલા ચેરમેન બનશે, જ્યારે ટાઈમ્સ ગ્રુપના સત્યાન ગજવાની વાઈસ ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. ઉપરાંત બોલ્ટ વેન્ચર્સના ડેવિડ બ્લિત્ઝર અને બ્લેકસ્ટોનના વિરલ પટેલ પણ કન્સોર્ટિયમમાં સામેલ છે. જોકે આ ડીલને અમલી બનવા માટે BCCI, કોમ્પિટિશન કમીશન ઓફ ઈન્ડિયા સહિતની રેગ્યુલેટરી સંસ્થાઓની મંજૂરી મળવાની બાકી છે.
Related Articles
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026