શ્રીલંકાના અલ્ટીમેટમ બાદ પાકિસ્તાન બેકફૂટ પર, ભારત સાથે મેચ બહિષ્કાર મામલે નવો ટ્વિસ્ટ
February 07, 2026
પાકિસ્તાન પોતાની તમામ મેચ કોલંબો અને પલ્લેકેલેમાં રમશે. શનિવારે તેની પહેલી મેચ નેધરલેન્ડ્સ વિરૂદ્ધ છે. આ સમગ્ર મામલે માહિતી આપવાના એક સૂત્રએ કહ્યું કે, પાકિસ્તાન અને શ્રીલંકા સરકાર અને ક્રિકેટ બંને સ્તરો પર હંમેશા સારા અને નજીકના સંબંધો રહ્યા છે. તેવામાં શ્રીલંકા ક્રિકેટનો આ મેલ અવગણી ન શકાય. સૂત્રએ એમ પણ જણાવ્યું છે કે, PCB ચેરમેન મોહસિન નકવી સાથે સીધા શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ શમ્મી સિલ્વાએ સંપર્ક કર્યો છે. શમ્મી સિલ્વાએ નકવીને યાદ અપાવ્યું કે, હાલના સમયે શ્રીલંકાને પાકિસ્તાનના સહયોગની જરૂર છે, કારણ કે જો ભારત-પાકિસ્તાન મેચ નહીં રમાય તો શ્રીલંકા ક્રિકેટને વધુ કમાણી નહીં થઈ શકે. સૂત્રોના અનુસાર, મોહસિન નકવીએ શમ્મી સિલ્વાને ભરોસો અપાવ્યો છે કે, તેઓ આ મામલાને પાકિસ્તાન સરકારની સમક્ષ રજૂ કરશે અને પછી જવાબ આપશે. તેમણે સ્પષ્ટ કર્યું કે મીડિયામાં ખોટી માહિતી ફેલાઈ છે કે પાકિસ્તાને શ્રીલંકાની અપીલ પહેલાથી જ ફગાવી દીધી છે.
સૂત્રોએ કહ્યું કે, PCB ચેરમેન મોહસિન નકવી કાલથી દેશમાં નથી અને આજે પરત ફરી રહ્યા છે. તેઓ ભારત વિરૂદ્ધ મેચ બહિષ્કારને ખતમ કરવાથી જોડાયેલા આ ઇમેલને શાહબાઝ શરીફ સમક્ષ રાખશે. આ મુદ્દે સોમવાર સુધી નિર્ણય લઈ શકાશે. સૂત્રોએ એ પણ યાદ અપાવ્યું કે, ગત વર્ષ નવેમ્બરમાં શ્રીલંકન સરકારે પાકિસ્તાનનું ખુલીને સમર્થન કર્યું હતું. તે સમયે શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ સુરક્ષાના કારણોથી પાકિસ્તાન પ્રવાસ અધવચ્ચે છોડીને પરત ફરવા ઇચ્છતા હતા, પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ અને શ્રીલંકા સરકાર બંનેએ ખેલાડીઓને નિર્દેશ આપ્યો હતો કે તેઓ પાકિસ્તાનમાં વ્હાઇટ બોલ સીરિઝ પૂર્ણ કરે.
Related Articles
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026