ઈમરજન્સી લેન્ડિંગ સમયે ફેક્ટરીમાં ક્રેશ થયું વિમાન, 7ના મોત; 130 લોકોનું રેસ્ક્યૂ
December 16, 2025
મેક્સિકોના મધ્યમમાં સોમવારે (15 ડિસેમ્બર) એક નાનું ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સૈન માટેઓ એન્ટેકો વિસ્તારમાં થઈ હતી, જે ટોલુકા એરપોર્ટથી આશરે 5 કિલોમીટર અને રાજધાની મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. અહેવાલો અનુસાર, આ વિમાન મેક્સિકોના પ્રશાંત તટથી અકાપુલ્કોથી ઉડાન ભરી રહ્યું હતું. મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઑર્ડિનેટર એડ્રિયન હર્નાંડેઝે જણાવ્યું કે, 'વિમાનમાં આઠ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. અત્યાર સુધી સાત મૃતદેહો મળી આવ્યા છે, જોકે હજુ તપાસ અને રેસ્ક્યુની કામગીરી શરૂ છે.' શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે, પાઇલટ વિમાનને એક ફૂટબોલ મેદાન પર ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ, વિમાન પાસેની એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની મેટલ છતથી અથડાઇ ગયું હતું. ટક્કરની તુરંત બાદ ભીષણ આગ લાગી ગઈ, જેનાથી સ્થિતિ ગંભીર થઈ ગઈ. સૈન માટેઓ એન્ટેકોના મેયર આના મુનિજે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, આગના કારણે આસપાસથી આશરે 130 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ અને રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબુમાં લીધી. તેઓ તપાસ કરી રહ્યા છે કે, વિમાનને શા માટે ઇમરજન્સી લેન્ડિંગની જરૂર પડી અને શું આ અકસ્માત ટેક્નિકલ ખામી, હવામાન કે માનવીય ભૂલને કારણે થયો હતો. તપાસ પૂર્ણ થયા પછી જ મૃતકોની ઓળખ અને અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરવામાં આવશે.
Related Articles
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથી મળેલી તમામ ગિફ્ટ બેજિંગ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી
ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથ...
May 16, 2026
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
Trending NEWS
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણુગોપાલનું...
14 May, 2026