મેક્સિકોમાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે વિમાન ફેક્ટરીમાં ક્રેશ થયું, 7ના મોત, 130 લોકોનું રેસ્ક્યૂ
December 16, 2025
મેક્સિકોના મધ્યમમાં સોમવારે એક નાનું ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા, આગના કારણે આસપાસથી આશરે 130 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સૈન માટેઓ એન્ટેકો વિસ્તારમાં થઈ હતી, જે ટોલુકા એરપોર્ટથી આશરે 5 કિલોમીટર અને રાજધાની મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે.
અહેવાલો અનુસાર, આ વિમાન મેક્સિકોના પ્રશાંત તટથી અકાપુલ્કોથી ઉડાન ભરી રહ્યું હતું. મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઑર્ડિનેટર એડ્રિયન હર્નાંડેઝે જણાવ્યું કે, 'વિમાનમાં આઠ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. અત્યાર સુધી સાત મૃતદેહો મળી આવ્યા છે, જોકે હજુ તપાસ અને રેસ્ક્યુની કામગીરી શરૂ છે.' શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે, પાઇલટ વિમાનને એક ફૂટબોલ મેદાન પર ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ, વિમાન પાસેની એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની મેટલ છતથી અથડાઇ ગયું હતું. ટક્કરની તુરંત બાદ ભીષણ આગ લાગી ગઈ, જેનાથી સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી.
Related Articles
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન અંગે દાવ
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ...
Jul 03, 2026
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજ...
Jul 01, 2026
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ ઊઠાવ્યા
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4...
Jul 01, 2026
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવા દક્ષિણ કોરિયાનું 576 અબજ ડોલરનું જંગી રોકાણ
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્ર...
Jun 30, 2026
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધ...
Jun 29, 2026
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 2...
Jun 29, 2026
Trending NEWS
02 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026