પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું કર્યું લોકાર્પણ: ભારતીય સંસ્કૃતિની ભવ્ય ધરોહર ગણાવી
April 01, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રી મહાવીર પ્રભુ જન્મકલ્યાણકના પવિત્ર અવસરે અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ આ મ્યુઝિયમને જૈન દર્શન અને ભારતીય સંસ્કૃતિનું પવિત્ર કેન્દ્ર ગણાવ્યું હતું.
સભાને સંબોધતા વડાપ્રધાને આચાર્ય કૈલાશસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબને વંદન કરતા જણાવ્યું કે, તેમના સપના થકી જ કોબામાં જ્ઞાન અને શ્રદ્ધાનું આ મહાન કેન્દ્ર સ્થપાયું છે. કોબા તીર્થમાં વર્ષોથી અધ્યયન, સાધના અને સંયમની પરંપરા જળવાઈ રહી છે. આપણી હજારો વર્ષ જૂની વિરાસત અને જૈન ધર્મના જ્ઞાનને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવા માટે સંતોએ આ મ્યુઝિયમની જે સંકલ્પના કરી હતી, તે આજે ભવ્ય રૂપમાં સાકાર થઈ છે.
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે, સમ્રાટ સંપ્રતિ માત્ર એક રાજા ન હતા, પરંતુ તેમણે સત્તાને સેવા માનીને અહિંસાનો વિસ્તાર કર્યો હતો. આ મ્યુઝિયમની ૭ દીર્ઘાઓ ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઓળખ કરાવે છે. અહીં જૈન ધર્મની સાથે વૈદિક અને બૌદ્ધ પરંપરા, આયુર્વેદ તથા યોગદર્શનની પણ અદ્ભુત પ્રસ્તુતિ છે. વિભિન્ન પરંપરાઓનો આ સંગમ ભારતની 'વિવિધતામાં એકતા'ની તાકાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026