રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને ઍલર્ટ
June 20, 2026
રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી છે, ત્યારે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત 'ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ ફોર ઈમરજન્સી રિસ્પોન્સ'(ICR-ER) દ્વારા 20 જૂન 2026ના રોજ માછીમારો માટે એક ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે. પરિપત્ર મુજબ, રાજ્યના દરિયાકાંઠે આગામી દિવસોમાં ખરાબ હવામાન અને તોફાની પવન રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, શનિવારે(20 જૂન) બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને ભારે પવન ફૂંકાવવાની સાથે હોવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 20થી 21 જૂન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અને તેને અડીને આવેલા વિસ્તારોમાં 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે, જેની ઝડપ અમુક સમયે વધીને 55 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. ત્યારબાદ, 23થી 24 જૂન દરમિયાન દરિયામાં પવનનું જોર વધશે, જ્યાં ગુજરાત અને કોંકણના કાંઠે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદી ઝાપટાં સાથે આ ઝડપ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે.
આ ખરાબ હવામાન 24થી 25 જૂન સુધી ગુજરાત તેમજ ઉત્તર કોંકણના દરિયાકાંઠે યથાવત્ રહેશે, જેમાં પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક અને મહત્તમ 60 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના અન્ય વિવિધ ભાગોમાં પણ ભારે પવન અને ખરાબ હવામાનની ચેતવણી આપવામાં આવી છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026