બંગાળમાં પીએમ મોદીનું અલ્ટિમેટમ: 'ગુંડાઓ શરણાગતિ સ્વીકારે, પરિણામ બાદ કોઈને છોડવામાં આવશે નહીં'
April 20, 2026
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા. બાંકુરા ખાતે એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને TMCના ગુંડાઓ અને સિન્ડિકેટને સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીનાં પરિણામો પહેલાં જ આવા તત્ત્વો શરણાગતિ સ્વીકારી લે, અન્યથા પરિણામો બાદ તેમને બિલકુલ બક્ષવામાં આવશે નહીં. પીએમ મોદીના આ આક્રમક તેવરથી બંગાળના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
વડાપ્રધાને મમતા બેનર્જીની સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સંસદમાં મહિલા અનામત બિલનો વિરોધ કરીને TMCએ દેશ અને બંગાળની મહિલાઓ સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ એ જ TMC સરકાર છે જે ઘૂસણખોરોના ફાયદા માટે વારંવાર કાયદાઓ તોડે છે અને બંધારણની ભાવના વિરુદ્ધ જઈને ધર્મ આધારિત અનામતને પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ અને TMCએ મળીને મહિલાઓને ૩૩ ટકા અનામતથી વંચિત રાખવાનું કાવતરું ઘડ્યું છે, જે બદલ જનતા તેમને આ ચૂંટણીમાં સખત સજા આપશે.
બંગાળમાં હિંસા અને ભ્રષ્ટાચારના મુદ્દે આક્રમક વલણ અપનાવતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, TMCના નેતાઓની ધમકીભરી ભાષા અને તેમનો ફફડાટ જ સાબિત કરે છે કે તેઓ પોતાની હાર ભાળી ગયા છે. તેમણે છેલ્લી તક આપતા ચેતવણી ઉચ્ચારી હતી કે ૨૯ એપ્રિલ પહેલાં તમામ ગુંડાઓ અને ભ્રષ્ટ તત્ત્વો નજીકના પોલીસ સ્ટેશનમાં શરણાગતિ સ્વીકારી લે. જો તેઓ તેમ નહીં કરે તો ૪ મેના રોજ પરિણામો જાહેર થયા બાદ કોઈને પણ છોડવામાં આવશે નહીં. બિષ્ણુપુરના માફિયા અને સિન્ડિકેટ રાજ પર પ્રહાર કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હવે રાજ્યમાં આવો અત્યાચાર વધુ સમય સહન કરવામાં આવશે નહીં.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026