Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

સની લિઓનીના શોને મંજૂરીનો પોલીસનો ઈનકાર

December 03, 2024

મુંબઇ : સની લિયોનીનો હૈદરાબાદમાં યોજાનારો શો છેલ્લી ઘડીએ રદ કરાયો હતો. લોકો નિર્ધારીત સમયે શોનાં વેન્યૂ પર પહોંચી પણ ગયા હતા. જોકે, પોલીસે સ્પોટ  પર પહોંચ શો ચાલુ થાય તે પહેલાં જ રદ કરાવ્યો હતો. આયોજકોએ શો માટે પોલીસની મંજૂરી લેવાની જરુરી ઔપચારિકતાઓ પાર પાડી ન હોવાથી શો બંધ કરાવાયો હોવાનું કહેવાય છે. આયોજકોએ જોકે, સની લિયોનીની તબિયત અચાનક ખરાબ થઈ હોવાથી શો રદ કરાયો હોવાનું બહાનું કાઢ્યું હતું. હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં તા. ૩૦મીની રાતે આ શો યોજાવાનો હતો. લોકો સ્પોટ પર પહોંચી ગયા હતા. પરંતુ શો શરુ થાય તે પહેલાં જ પોલીસનો મોટો કાફલો સ્પોટ પર પહોંચ્યો હતો અને ત્યાં આવેલા ચાહકોને  વિખેર્યા હતા.