અમેરિકામાં પ્રાઈવેટ જેટ ક્રેશ, 7 લોકોના મોત, હિમવર્ષાના કારણે બની ઘટના
January 27, 2026
અમેરિકાના ઉત્તર-પૂર્વીય ભાગમાં આવેલા ભયાનક બરફના તોફાન વચ્ચે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. મેઈન રાજ્યના બેંગોર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સાંજે એક પ્રાઇવેટ જેટ ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. આ કરુણ ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે એક ક્રૂ મેમ્બર ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના રિપોર્ટ અનુસાર, આ અકસ્માત રવિવારે સાંજે અંદાજે 7:45 વાગ્યે બન્યો હતો. બોમ્બાર્ડિયર ચેલેન્જર 650 બિઝનેસ જેટ રન-વે પરથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે કોઈક કારણોસર પલટી ખાઈ ગયું હતું. વિમાન પલટી ગયા બાદ તેમાં ભીષણ આગ લાગી હતી. એરપોર્ટ પ્રશાસને જણાવ્યું કે, ઈમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પરંતુ આગ એટલી ભયાનક હતી કે સાત મુસાફરોને બચાવી શકાયા નથી. દુર્ઘટના સમયે સમગ્ર વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી હતી અને તાપમાન શૂન્યથી ઘણું નીચે હતું. ઓછી વિઝિબિલિટી અને બરફના કારણે ઉડાન ભરવામાં મુશ્કેલી પડી રહી હોવાનું અનુમાન છે. એર ટ્રાફિક કંટ્રોલના રેકોર્ડિંગ મુજબ, દુર્ઘટનાની થોડી મિનિટો પહેલા પાયલોટ અને કંટ્રોલર વચ્ચે ડી-આઈસિંગ (વિમાન પરથી બરફ હટાવવાની પ્રક્રિયા) અંગે વાતચીત થઈ હતી. રન-વે નંબર 33 પરથી ઉડાન ભરવાની મંજૂરી મળ્યાની બે મિનિટ બાદ જ કંટ્રોલરે રેડિયો પર તમામ ટ્રાફિક રોકી દેવાની સૂચના આપી હતી. આ વિમાન હ્યુસ્ટનની એક લિમિટેડ લાયબિલિટી કોર્પોરેશનના નામે નોંધાયેલું છે. હાલમાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને FAA દ્વારા આ મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ અને કાટમાળ હટાવવાની કામગીરીને પગલે બેંગોર એરપોર્ટ આગામી બુધવાર બપોરે 12 વાગ્યા સુધી તમામ કામગીરી માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
Related Articles
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026