15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ
March 23, 2026
અમદાવાદ/નવી દિલ્હીઃ દેશના 15 રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારોમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત વીજળીના કડાકા ભડાકા અને કરા પડવાની પણ શક્યતા છે. તાપમાનમાં ઘટાડાથી રાહત જરૂર મળશે પરંતુ હવામાનની અનિશ્ચિતતાએ ચિંતા વધારી દીધી છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે. હિમાચલના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પહાડી વિસ્તોરમાં ભૂસ્ખલન અને હિમસ્ખલનનો ખતરો છે. બિહારમાં 24 થી 28 માર્ચ વચ્ચે વરસાદ અને વાવાઝોડુ થશે. 40 થી 50 કિમી ઝડપે પવન ફૂંકાશે. અનેક જિલ્લામાં વીજળી અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે.
પંજાબ અને હરિયાણામાં છેલ્લા થોડા દિવસોથી હવામાન બદલાયું છે. વાવાઝોડું, વરસાદ અને કરાથી તાપમાનમાં ઘટાડો થયો છે. સવાર અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. લોકો ફરીથી શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે. આ સ્થિતિ આગામી 3 દિવસ સુધી રહી શકે છે. રાજસ્થાનના જયપુર, બીકાનેર અને જોધપુરમાં વાવાઝોડુ અને હળવા વરસાદનું એલર્ટ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રણપ્રદેશમાં ધૂળની ડમરીથી પરેશાની વધી શકે છે.
તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની અસર જોવા મળશે. તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે. દક્ષિણ ભારતમાં મિશ્ર હવામાન જોવા મળી શકે છે. પૂર્વોત્તર ભારતમાં 24 માર્ચથી હવામાન વધુ ખરાબ થઈ શકે છે. આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026