સતત બીજી વાર RCB IPL ચેમ્પિયન, ફાઈનલમાં ગુજરાતને 5 વિકેટે હરાવ્યું, કોહલીના અણનમ 75 રન
June 01, 2026
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રભાવશાળી દેખાવ કરતાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું, આ સાથે જ RCBએ વર્ષ 2025 બાદ 2026માં પણ IPL ટાઈટલ પોતાને નામ કર્યું, મહત્વનું છે કે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઈટન્સને 155 રન પર રોકી દીધું હતું, જે બાદ RCBએ 156 રનનો ટાર્ગેટ આસાનીથી ચેઝ કરી લીધો અને બીજી વાર IPL ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું. વર્ષ 2025માં ટાઇટલ જીત્યા બાદ 2025માં પણ એજ અમદાવાદના મેદાનમાં ટ્રોફી પોતાના નામે કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બે વાર ચેમ્પિયન બનવાનો અદભુત રેકોર્ડ સ્થાપ્યો. આ ઐતિહાસિક સિદ્ધિ મેળવીને RCB હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી દિગ્ગજ ટીમોની ખાસ ક્લબમાં સામેલ થઈ ગઈ, જેમણે અગાઉ 2010-11 અને 2019-20માં બેક-ટુ-બેક ટાઇટલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2026નો ખિતાબ જીતી લીધો છે. RCB સતત બીજી વખત ચેમ્પિયન બન્યું છે. ફાઇનલ મેચમાં આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે કચડી નાખ્યું. ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 155 રન બનાવ્યા હતા, જેના જવાબમાં RCBએ 18મી ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો. વિરાટ કોહલીએ અણનમ 75 રનની ઇનિંગ રમી હતી. IPLના ઇતિહાસમાં RCB એવી માત્ર ત્રીજી ટીમ બની ગઈ છે, જેણે સતત 2 સીઝન આઈપીએલની ટ્રોફી જીતી હોય. ચેન્નાઈ સુપર કિંગ્સે 2010-2011 અને ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે 2019-2020માં સતત 2 વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. હવે બેંગલુરુએ 2025 પછી 2026નો ખિતાબ પણ જીતીને આ ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
IPL 2026 ફાઈનલ મેચ અપડેટ્સ
વિરાટ કોહલી (Virat Kohli): તેઓ ફાઈનલ મેચમાં 'પ્લેયર ઓફ ધ મેચ' (Player of the Match) બન્યા.
કાગીસો રબાડા (Kagiso Rabada): સીઝનમાં સૌથી વધુ 29 વિકેટ ઝડપવા બદલ તેને 'પર્પલ કેપ' (Purple Cap) મળી છે.
પંજાબ કિંગ્સ (Punjab Kings): આ ટીમને 'ફેરપ્લે એવોર્ડ' (Fairplay Award) મળ્યો છે.
મનીષ પાંડે (Manish Pandey): બેકવર્ડ પોઇન્ટ પર ટિમ ડેવિડનો શાનદાર કેચ પકડવા બદલ તેને 'કેચ ઓફ ધ સીઝન' (Catch of the Season) નો એવોર્ડ મળ્યો છે.
મોહમ્મદ સિરાજ (Mohammed Siraj): આ સીઝનમાં સૌથી વધુ 172 ડોટ બોલ ફેંકવા બદલ તેને ખાસ એવોર્ડ મળ્યો છે.
સાઈ સુદર્શન (Sai Sudharsan): આ સીઝનમાં સૌથી વધુ 75 ચોગ્ગા (fours) મારવા બદલ તેને એવોર્ડ મળ્યો છે.
Related Articles
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026