કપડાં કાઢી પરેડ કરાવીશ', રેવંત રેડ્ડીએ મહિલા પત્રકારને આપી ધમકી
March 16, 2025

તેલંગાણા : તેલંગાણામાં મહિલા પત્રકારની ધરપકડને લઈને ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ભાજપે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પર પત્રકારોને કથિત રીતે ધમકી આપવાનો આરોપ લગાવ્યો અને કોંગ્રેસ પર અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મીડિયા અધિકારોને દબાવવાનો આરોપ લગાવ્યો.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ 'X' પર પોતાના વીડિયોના માધ્યમથી તેલંગાણાની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા. જે પ્રકારે કોંગ્રેસે હંમેશાથી મીડિયાના અધિકારો પર ઘા કરાયો છે. ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી દરમિયાન મીડિયા પર સેન્સરશિપ લગાવવાનું કામ કર્યું. પંડિત નેહરૂએ એક સંશોધન લાવીને મીડિયાના બોલવાની આઝાદી પર અંકુશ લગાવ્યો અને મઝરૂહ સુલ્તાનપુરીને જેલમાં ધકેલી દીધા.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તેમના અને તેમના પરિવાર વિરૂદ્ધ થઈ રહેલી અપમાનજનક ઑનલાઈન પોસ્ટને લઈને ગુસ્સો ઠાલવ્યો છે. તેમણે કથિત રીતે પત્રકાર તરીકે રજૂ થનારા અને અપમાનજનક સામગ્રી કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, 'તેઓ આવી સામગ્રી પોસ્ટ કરનારાઓને નગ્ન કરીને પરેડ કરાવશે. કારણ કે, તેમને મારા પરિવારની મહિલાઓ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.'
રેવંત રેડ્ડીનો ગુસ્સો વિપક્ષી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પાર્ટી પર હતો, જેના પર તેમણે તેમના અને તેમના પરિવાર વિરૂદ્ધ અપમાનજનક પોસ્ટ કરવાનો આરોપ લગાવ્યો. આ પહેલા એક ખેડૂતે કથિત રીતે તેલંગાણાના મુખ્યમંત્રીના પરિવાર અને કોંગ્રેસના સભ્યો વિરૂદ્ધ ચૂંટણી વચનો પૂરા ન કરવા પર હિંસાની ધમકી આપી હતી. પોલીસે ગત અઠવાડિયે આ મામલે એક સ્થાનિક યુટ્યૂબર ચેનલથી જોડાયેલી 2 મહિલાઓ સામે ફરિયાદ કરીને ધરપકડ કરી હતી. તેના પર આરોપ છે કે તેમણે BRS કાર્યાલય પરિસરમાં ખેડૂતની ધમકીનો વીડિયો બનાવ્યો હતો.
Related Articles
અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકેશન મનાવી પરત આવતા સમયે નડ્યો અકસ્માત
અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકે...
Jul 08, 2025
બાઘેશ્વર ધામમાં ધર્મશાળાની છત ધરાશાયી, 1 મહિલાનું મોત, 10 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત
બાઘેશ્વર ધામમાં ધર્મશાળાની છત ધરાશાયી, 1...
Jul 08, 2025
શુભાંશુ શુક્લાએ સ્પેસ સ્ટેશનથી ઈસરો ચીફ સાથે કરી વાત
શુભાંશુ શુક્લાએ સ્પેસ સ્ટેશનથી ઈસરો ચીફ...
Jul 08, 2025
બિહારના પૂર્ણિયામાં એક જ પરિવારના 5 સભ્યોની હત્યા, પોલીસ તપાસ શરુ
બિહારના પૂર્ણિયામાં એક જ પરિવારના 5 સભ્ય...
Jul 08, 2025
ટ્રેક પાર કરતી સ્કૂલ બસને ટ્રેને ટક્કર મારી, બે બાળકોના દુઃખદ મોત
ટ્રેક પાર કરતી સ્કૂલ બસને ટ્રેને ટક્કર મ...
Jul 08, 2025
મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, શોધખોળ શરૂ
મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની...
Jul 07, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025