Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

અમેરિકામાં એક જ પરિવારના ચારના મોત, વેકેશન મનાવી પરત આવતા સમયે નડ્યો અકસ્માત

July 08, 2025

હૈદરાબાદ  : હૈદરાબાદના એક પરિવારના ચાર સભ્યોની રવિવારે (6 જુલાઈ) માર્ગ અકસ્માતમાં બળીને મોત નિપજ્યા હતા. આખો પરિવાર અમેરિકામાં રજા માણવા ગયો હતો. આ દરમિયાન એક મિની ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી, જેનાથી કારમાં આગ લાગી ગઈ અને અંદર બેઠેલા તમામ લોકો બળીને ખાક થઈ ગયા. 

હૈદરાબાદના રહેવાસી શ્રી વેંકટ, તેમની પત્ની તેજસ્વિની અને તેમના બે બાળકો અમેરિકાના ડલાસમાં રજા માણવા ગયો હતો. જ્યારે તેઓ અટલાંટામાં પોતાના સંબંધીથી મળ્યા બાદ ડલાસ પરત ફરી રહ્યા હતા, ત્યારે રોંગ સાઇડથી આવી રહેલા એક મિની-ટ્રકે તેમની કારને ટક્કર મારી દીધી હતી.  

ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ હતી અને દંપતી અને તેમના બંને બાળકોના મોત થઈ ગયા. મૃતકોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે ડીએનએ પરીક્ષણ કરવામાં આવ્યા છે. ડીએનએ પરીક્ષણ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.