આમિર ખાન મિસ્ટરી વુમનના પ્રેમમાં હોવાના અહેવાલ, 59ની વયે ત્રીજા લગ્નની તૈયારી!
February 01, 2025
બોલિવૂડ મિસ્ટર પરફેક્શન આમિર ખાનની પ્રોફેશનલ જર્ની શાનદાર રહી છે. પરંતુ પર્સનલ લાઈફમાં એક્ટરને ખૂબ જ ઉતાર- ચઢાવનો સામનો કરવો પડ્યો છે. આમિર ખાનના બે લગ્ન તૂટી ગયા છે. પરંતુ હવે ફરી એકવાર આમિર પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં જોવા મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે આમિર ખાનને બેંગ્લુરુમાં રહેતી મિસ્ટરી વુમન સાથે પ્રેમમાં છે. તેમજ આમિર પરિવારને પણ આ છોકરીનો પરિચય કરાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આમિર ખાન સિરિયસલી આ મિસ્ટરી વુમન સાથે રિલેશનશીપમાં છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. ફિલ્મફેરના રિપોર્ટ પ્રમાણે 59 વર્ષીય આમિર ખાન મિસ્ટરી વુમન સાથે સિરિયસલી સંબંધમાં છે. બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આમિરની નવી પ્રેમિકા બેંગ્લોરની છે. આપણે તેમની પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવું જોઈએ અને તેમની અંગત વિગતો જાહેર ન કરવી જોઈએ. આમિરે હાલમાં જ આખા પરિવારને તેની નવી પ્રેમિકાનો પરિચય કરાવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દરેક સભ્યો સાથે મુલાકાત ખૂબ સારી રહી હતી. આમિરના લગ્ન જીવનની વાત કરીએ તો, તેણે પહેલા લગ્ન 1986 માં રીના દત્તા સાથે કર્યા હતા. આ લગ્નથી આમિરને બે બાળકો છે - આયરા અને જુનૈદ. પરંતુ 2002 માં બંનેના છૂટાછેડા થઈ ગયા. આ પછી આમિરે 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા. આ લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બંનેએ 2021 માં છૂટાછેડાની જાહેરાત કરી. આ લગ્નથી આમિરને એક પુત્ર આઝાદ છે. હવે આમિર ત્રીજી વખત લગ્ન કરશે કે નહીં, તે અંગે તો માત્ર અભિનેતા જ કહી શકે છે, કારણ કે હજુ સુધી તેણે તેના સંબંધોના સમાચારની પુષ્ટિ કરી નથી.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
28 March, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધ...
28 March, 2026
હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે 2 ભારતીય ઓઈલ ટેન્કર...
28 March, 2026
સાઉદી બાદ બહેરીનમાં અમેરિકન બેઝને ઈરાને હચમચાવ્યું...
28 March, 2026
અમેરિકામાં હવેથી ડૉલરની નોટો પર ડોનલ્ડ ટ્રમ્પના હસ...
28 March, 2026
ગુજરાતનું રાજકીય દાન: ₹309 કરોડમાંથી ₹308 કરોડ એકલ...
28 March, 2026
નેપાળમાં સરકાર બદલાતા જ પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીન...
28 March, 2026
નાથદ્વારામાં ૫૦૦ ફુટ ઊંચા પર્વત પર હનુમાનજીની ૧૩૧...
28 March, 2026
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલ...
28 March, 2026
ઈરાન અને હિઝબુલ્લાહ બાદ યુદ્ધમાં યમનની પણ એન્ટ્રી!...
28 March, 2026