ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓ મુદ્દે ઘટસ્ફોટ, ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા
November 21, 2025
ISISનો ફ્લેગ અને ડિજિટલ રૅકોર્ડ જપ્ત
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા ગત 9 નવેમ્બરના રોજ ત્રણ શંકાસ્પદ ISIS સાથે જોડાયેલા આતંકીઓની ધરપકડ કરી હતી. ત્યારે હવે આતંકીઓની તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. જેમાં ISISનો ઝંડો, એન્ક્રિપ્ટેડ ડિજિટલ કોમ્યુનિકેશન મેન્યુઅલ અને ગુપ્ત હિલચાલના CCTV ફૂટેજ સહિત ગુનાહિત પુરાવાઓ મળી આવ્યા હતા. આતંકી ડૉ. અહેમદે ભારતમાં ખૂબ મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યું હતું. માત્ર એટલું જ નહીં, હરિદ્વારના મંદિરોમાં રેકી પણ કરી હતી. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે તારણો પશ્ચિમ ભારતમાં તેની હાજરી ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહેલા "સંગઠિત, ગુપ્ત મોડ્યુલ" સૂચવે છે.
ધરપકડ બાદ ATS ટીમોએ આરોપી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના રહેણાંકની તપાસ કરી હતી. જ્યાં કાળો ISISનો ઝંડો, અનેક મોબાઇલ ઉપકરણો, હાર્ડ ડ્રાઇવ અને મેમરી કાર્ડ મળી આવ્યા. આ સામગ્રીઓ મળવાથી ATSને મોટી સફળતા મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સુહેલ વિદેશી હેન્ડલર્સ પાસેથી સૂચનાઓ મેળવી રહ્યો હતો કે રાજ્યમાં કટ્ટરપંથી સામગ્રી ફેલાવી રહ્યો હતો, તે અંગે એજન્સી તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા અન્ય એક શંકાસ્પદ આતંકી આઝાદ સુલેમાન શેખની પૂછપરછમાં એક ચોંકાવનારી વાત બહાર આવી છે કે, સુહેલે ધરપકડ પહેલાં તેને કથિત રીતે એક પાર્સલ મોકલ્યું હતું. પાર્સલની સામગ્રી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તપાસ ટીમે તપાસ શરુ કરી છે.
Related Articles
પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું કર્યું લોકાર્પણ: ભારતીય સંસ્કૃતિની ભવ્ય ધરોહર ગણાવી
પીએમ મોદીએ કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્ર...
Apr 01, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ શકે જાહેર, આખરી મતદાર યાદીની તારીખ આવી સામે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં થઈ...
Mar 30, 2026
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબવાથી મોત, ઘટનાના લાઈવ દ્રશ્યો ચોંકાવનારા
સુરત: ઓલપાડમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડ...
Mar 30, 2026
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચે વાયડક્ટનું કામ પૂર્ણ
સુરતમાં મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ, ડ...
Mar 29, 2026
ગુજરાતનું રાજકીય દાન: ₹309 કરોડમાંથી ₹308 કરોડ એકલા ભાજપના ફાળે, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોનો દબદબો
ગુજરાતનું રાજકીય દાન: ₹309 કરોડમાંથી ₹30...
Mar 28, 2026
Trending NEWS
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026
30 March, 2026