પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી રિંકુ ફરીથી ટીમ ઈન્ડિયામાં જોડાશે
February 28, 2026
ભારતીય ક્રિકેટ ટીમનો યુવા સ્ટાર રિંકુ સિંહ હાલમાં તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાને ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ તેણે તેના પિતાને ગુમાવ્યા. 2026 ના T20 વર્લ્ડ કપમાં ભારત-ઝિમ્બાબ્વે મેચના થોડા કલાકો પછી તેના પિતાનું અવસાન થયું.આ દુઃખ અને પીડા છતાં રિંકુએ હિંમત બતાવી છે અને દેશ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી રિંકુ ફરીથી ટીમ ઈન્ડિયામાં જોડાશે.
મીડિયા રિપોર્ટ અનુસાર રિંકુ સિંહ 28 ફેબ્રુઆરી, શનિવારના રોજ કોલકાતામાં ટીમ ઈન્ડિયામાં જોડાશે,જ્યાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. આ મેચ 1 માર્ચે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે, અને વિજેતા ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ટીમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રિંકુએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને હિંમત દર્શાવી છે. રિંકુ હાલમાં તેના પરિવાર સાથે અલીગઢમાં છે.
રિંકુના પિતા ખાનચંદ સિંહનું શુક્રવાર, 27 ફેબ્રુઆરીના રોજ સવારે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાની એક હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્ટેજ 4 લીવર કેન્સર સામે લડી રહ્યા હતા. તેમના મૃત્યુ પહેલા, રિંકુ ટુર્નામેન્ટ દરમિયાન ગ્રેટર નોઈડા ગયો હતો અને પિતાની બગડતી તબિયત જોઈ હતી. જોકે, તે 26 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ ઝિમ્બાબ્વે સામેની મેચના એક દિવસ પહેલા ટીમમાં પાછો ફર્યો હતો.
Related Articles
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026