Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગવાની અફવા : ગ્રાહકો અને નાના વેપારીઓ માટે ફ્રી રહેશે , કોઈ એમડીઆર નહીં વસૂલાય

August 08, 2026

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પર ચાર્જ વસૂલાશે તેવી ચર્ચાઓ વચ્ચે પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સૌથી મોટા ભ્રમને દૂર કરતા સ્પષ્ટતા કરી છે કે સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે યુપીઆઈ ચૂકવણી પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે. પીસીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે 2016 માં યુપીઆઈ શરૂ થયું ત્યારથી સરકાર અને પેમેન્ટ ક્ષેત્રે ગ્રાહકો પાસેથી કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ લીધો નથી અને ભવિષ્યમાં પણ કોઈ ચાર્જ વગર ઉપયોગ થઈ શકશે.

નાના દુકાનદારો અને કરિયાણા વેપારીઓ પાસેથી પણ યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવા પર કોઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વસૂલવામાં આવશે નહીં. યુપીઆઈને નાના કારોબારીઓ સુધી ડિજિટલ પેમેન્ટની સુવિધા પહોંચાડવાના હેતુથી બનાવવામાં આવ્યું હતું અને તેમની સુવિધા હંમેશા પ્રાથમિકતા રહેશે. આજે યુપીઆઈ વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બની ચૂકી છે અને દર મહિને અબજો ટ્રાન્ઝેક્શન થાય છે.

આટલા મોટા નેટવર્કને લાંબા સમય સુધી મજબૂત અને ટકાઉ બનાવવું એ હવે મૂળ મુદ્દો છે. સિસ્ટમને સુરક્ષિત, મજબૂત અને ટકાઉ રાખવા માટે જરૂરી રોકાણ અને માળખા પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ તેનાથી ગ્રાહકો કે નાના વેપારીઓ પર કોઈ વધારાનો બોજ પડશે નહીં. પીસીઆઈના જણાવ્યા મુજબ નેશનલ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ચલાવવામાં ટેકનોલોજી, સાયબર સુરક્ષા, ગ્રાહક સહાયતા અને નિયમોના પાલન પાછળ સતત ખર્ચ થાય છે, જે હાલમાં બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ ભોગવી રહ્યા છે.