પક્ષી ટકરાવાથી નહીં, રશિયાએ તોડી પાડ્યું હતું વિમાન- રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ
December 29, 2024
અઝરબૈજાન : અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે રવિવારે દાવો કર્યો કે, કઝાકિસ્તાનમાં હાલમાં બનેલી વિમાન દુર્ઘટનામાં 38 લોકોના મોત થયા હતા, આ વિમાન દુર્ઘટના પક્ષી ટકરાવાના કારણે નહીં, પરંતુ રશિયાની જમીનથી ફાયરિંગના કારણે બની હતી.
સમાચાર એજન્સી રોયટર્સે અઝરબૈજાનના સરકારી ટેલીવિઝનના હવાલાથી જણાવ્યું કે, વિમાન પર રશિયા દ્વારા હુમલા કરાયા હતા, પરંતુ તેમણે આ જાણીજોઈને નહોતા કર્યા. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ અલીયેવે આ ઘટના પર દુઃખ પણ વ્યક્ત કર્યું છે અને તેમણે રશિયા પર ઘણાં દિવસો સુધી આ મુદ્દાને દબાવી રાખવાના પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. રશિયામાં દુર્ઘટનાના કારણો અંગે ખોટી વાતો ફેલાવીને સત્ય દબાવવાનો પ્રયાસ કરનારની ટીકા કરી હતી.
અલીયેવે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, રશિયામાં કેટલાક હલકાઓએ અઝરબૈઝાન એરલાઈન્સના વિમાનની દુર્ઘટના પાછળના સત્યને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો અને ખોટી વાતો ફેલાવાઈ રહી હતી.
અઝરબૈઝાનના રાષ્ટ્રપતિની આ ટિપ્પણી વ્લાદિમીર પુતિન દ્વારા દુર્ઘટના માટે માફી માગવાના એક દિવસ બાદ આવી છે, તેમણે આને 'દુઃખદ ઘટના' કહી જે રશિયાના હવાઈ ક્ષેત્રમાં બની હતી, જ્યાં યુક્રેનના ડ્રોનના જવાબમાં રશિયાની એ સિક્યોરિટી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ. રોયટર્સના રિપોર્ટ અનુસાર, ક્રેમલિને એક નિવેદનમાં કહ્યું કે, 'વ્લાદિમીર પુતિને રશિયાના હવાઈ ક્ષેત્રમાં બનેલી દુઃખદ ઘટના માટે માફી માગી અને એકવાર ફરી પીડિતોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી. આ સાથે ઈજાગ્રસ્તોના જલ્દીથી સાજા થવાની પ્રાર્થના કરી.'
Related Articles
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વ...
Jul 16, 2026
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026