રશિયાની યુવતીઓ,ગુપ્ત રોગ અને પત્ની માટે માંગી દવાઓ...: એપસ્ટિન ફાઈલ્સમાં બિલ ગેટ્સનું 'ડાર્ક સિક્રેટ'!
January 31, 2026
અમેરિકાના ન્યાયતંત્ર દ્વારા જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલી નવી ફાઈલ્સ જાહેર કરી છે. જેમાં દાવો કરાયો છે કે માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને રશિયાની યુવતીઓ સાથે શારીરિક સંબંધના કારણે ગુપ્ત રોગ ( STD ) થયો હતો. ન્યાય વિભાગ દ્વારા કુલ 30 લાખ પાનાંની નવી ફાઈલ્સ જાહેર કરી છે. જેમાં 1 લાખ 80 હજાર તસવીરો અને 2 હજાર જેટલા વીડિયોઝ પણ સામેલ છે. વર્ષ 2013માં 18મી જુલાઈએ એપસ્ટિને ખુદ એક ઈમેલ લખ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે બિલ ગેટ્સે રશિયાની મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા જે બાદ તેમને એક ગુપ્ત રોગ થયો હતો. જે બાદ તેમણે એન્ટિબાયોટિક દવાઓ પણ માંગી હતી, જેથી તેઓ તે દવા ચૂપચાપ પોતાની પત્નીને આપી શકે. નોંધનીય છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સના વર્ષ 1994માં લગ્ન થયા હતા અને 2021માં બંનેએ છૂટાછેડા લીધા. છૂટાછેડાના કારણોમાં બિલ ગેટ્સના અફેર તથા એપસ્ટિન સાથેના સંબંધો પણ સામેલ હોવાનું મેલિન્ડાએ કહ્યું હતું. જોકે તેમણે વિસ્તૃત માહિતી નહોતી આપી. બિલ ગેટ્સના પ્રવક્તાએ નવા આરોપો મામલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે, આ તમામ આરોપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. એપસ્ટિનના ગેટ્સ સાથે કોઈ સ્થાયી સંબંધ નહોતા જેના કારણે તે નિરાશ હતો અને તેમને ફસાવવા તથા બદનામ કરવા માટે તે કોઈ પણ હદે જઈ શકે તેમ હતો.
Related Articles
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન્ય કેમ્પમાં ઘૂસી તબાહી મચાવી, 15 સૈનિકના મોત
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, આતંકીઓએ સૈન...
May 15, 2026
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા બની શકે છે નવા વડાપ્રધાન, આગામી 48 કલાક નિર્ણાયક
કીર સ્ટાર્મરનું સિંહાસન ડગમગ્યું! આ નેતા...
May 14, 2026
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
Trending NEWS
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો
11 May, 2026