Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

રાધનપુરમાં દારુબંધીના ધજાગરા, ખૂલ્લેઆમ વિદેશી દારુ-બિયરનું વેચાણ

June 24, 2025

રાધનપુરમાં મશાલી રોડ પર ખુલ્લેઆમ દારુનું વેચાણ થતું હોવાનું એક વાયરલ વીડિયોએ પોલ ખોલી. આ વીડિયોમાં દેખાય છે કે બરફ લઈ જવાના આઈસ બેગમાં 25 કે તેથી વધુ ટીન મૂકયા છે. આ ટીનમાં કોઈ કોલ્ડ ડ્રીંક નહીં પરંતુ પ્રતિબંધિત દારુ-બિયર જેવા આલ્કોલની સામગ્રી ભરેલી છે. તેની પાસે બેસેલ શખ્સ ખુલ્લેઆમ દારુ-બિયરનું વેચાણ કરે છે અને વધુ આશ્ચર્યની વાત છે કે વેચાણ કરતા સ્થળ પર ઓનલાઈન પેમેન્ટની પણ સુવિધા છે. 

બુટલેગરે દારુ-બિયરના વેચાણની કિમંત લેવા સ્થળ પર સ્કેનર લટકાવ્યું છે. રાધનપુરમાં ખુલ્લેઆમ બિયરના વેચાણને લઈને સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. એવું લાગે છે કે પોલીસની રહેમ નજર હેઠળ આ કારોબાર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં પાટણમાં દારુના વેચાણમાં વધારો થયો છે. 

અગાઉ પાટણ પોલીસે પદમનાથ ચાર રસ્તા પાસેથી₹4.30 લાખની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ગુજરાતમાં વર્ષ 1960 થી દારૂબંધી લાગુ થઈ હોવા છતાં આજે પણ રાજ્યમાં પ્રતિબંધિત દારુનું વેચાણ થઈ રહ્યું છે. વર્ષ 2024માં ગુજરાતમાં 22 કરોડથી વધુ કિંમતનો દારૂ ઝડપાયો. આ આંકડા રાજ્યમાં દારૂબંધીના કાયદાની અમલવારી પર સવાલો ઉભા કરે છે.