Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

શિવસેનાના દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, કેબિનેટમાં સામેલ ન કરાતા નારાજ

December 15, 2024

ભંડારા- મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સંબંધમાં તેમણે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાજીનામાની જાણકારી આપી છે. નરેન્દ્ર ભોંડેકરે પાર્ટીના ઉપનેતા અને શિવસેના વિભાગીય સંયોજક પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભંડારા સીટના ધારાસભ્ય નરેન્દ્ર નવી કેબિનેટમાં મંત્રી પદ ન મળવાથી નારાજ છે.


મળતી માહિતી મુજબ, વર્ષ 2009માં નરેન્દ્રએ શિવસેનાની ટિકિટ પર કર ભંડારા વિધાનસભા સીટ પરથી પહેલીવાર ચૂંટણી જીતી હતી, તે સમયે તેમની ઉંમર માત્ર 30 વર્ષની હતી. વિસ્તાર પર મજબૂત પક્કડ ધરાવતા નરેન્દ્ર તેમના વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો અને વિકાસ કાર્યો માટે જાણીતા છે.


વર્ષ 2019માં શિવસેનાએ નરેન્દ્રને ટિકિટ આપી ન હતી. જે બાદ તેઓ ભંડારા બેઠક પરથી અપક્ષ તરીકે ઉભા રહ્યા અને ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા. આ પછી, વર્ષ 2022માં જ્યારે શિવસેનામાં બળવો થયો અને એકનાથ શિંદે અલગ થયા, ત્યારે નરેન્દ્ર શિંદે જૂથને ટેકો આપનારા સ્વતંત્ર ધારાસભ્યોમાં હતા. આ જ કારણ છે કે તેઓ 2024માં શિંદેની પાર્ટીની ભંડારા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ફરીથી જીત્યા હતા.
નરેન્દ્ર ભોંડેકરનો જન્મ ભંડારા વિસ્તારમાં થયો હતો. તેમણે પોતાના ઘરની નજીકની શાળામાં અભ્યાસ કર્યો. માહિતી અનુસાર, તે એક ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને તે વિસ્તારના શિક્ષિત અને સરળતાથી ઉપલબ્ધ નેતાઓમાંથી એક માનવામાં આવે છે. સમાજના તમામ પક્ષો અને લોકો પર તેમનો પ્રભાવ છે.