ખંભાતમાં ચોંકાવનારી ઘટના: પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બે સામે ગુનો દાખલ
November 17, 2025
આણંદ જિલ્લાના ખંભાતમાં એક સગીરા સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વત્રા ગામના એક શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી, તેના જ હાથે પરિવારના સભ્યોને ભોજનમાં ઊંઘની ગોળીઓ ખવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, ખંભાતના વત્રા ગામના વાડિયાપુરા વિસ્તારમાં રહેતા રણજીત ઠાકોર નામના શખ્સે એક સગીરા સાથે મિત્રતા કેળવી હતી અને ધીમે ધીમે તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.
આરોપી રણજીતે આ ગુનાને અંજામ આપવા માટે તેના મિત્ર વિજય ઠાકોર સાથે મળીને એક કાવતરું રચ્યું હતું. રણજીતે સગીરા પર દબાણ કરીને તેને ઊંઘની ગોળીઓ આપી હતી અને તે તેના પરિવારના રાત્રિના ભોજનમાં ભેળવી દેવા જણાવ્યું હતું.
સગીરાએ દબાણમાં આવી આ ગોળીઓ ભોજનમાં ભેળવી દેતાં ઘરના તમામ સભ્યો જમ્યા બાદ ગાઢ નિંદ્રામાં સરી પડ્યા હતા. આ જ તકનો લાભ લઈને આરોપી રણજીત ઠાકોરે સગીરાના ઘરમાં ઘૂસી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. પરિવારે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચીને રણજીત ઠાકોર અને તેના મિત્ર વિજય ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગંભીર ઘટનામાં મુખ્ય આરોપી રણજીત ઠાકોર અને કાવતરામાં સામેલ વિજય ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026