ચાંદી એકઝાટકે ₹4700 ઉછળી ₹2,40,000 ને વટાવી ગઈ, સોનું ₹1,55,000 ક્રોસ
August 12, 2026
દેશના વાયદા બજાર (MCX) પર કિંમતી ધાતુઓમાં મજબૂત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદી બંનેના ભાવમાં આજે જોરદાર ઉછાળો નોંધાયો છે, જેના કારણે રોકાણકારો અને બુલિયન બજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાંદીના વાયદા ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે સોનાએ ₹1,55,000 ની માનસિક સપાટી સ્પર્શી લીધી છે.
MCX પર ચાંદીના 04-Sep-26 ના વાયદા કોન્ટ્રાક્ટમાં જોરદાર તેજી જોવા મળી છે. ચાંદી આજે 240000 રૂપિયાની સપાટીને ક્રોસ કરી ચૂકી છે. ચાંદીમાં આજે કુલ 4790 રૂપિયાનો ઉછાળો નોંધાઈ ચૂક્યો છે. જોકે સમાચાર લખાવા સુધી તેમાં થોડુંક કરેક્શન નોંધાયું હતું
નવો ઓપન ભાવ (Open): ₹2,37,973.00
દિવસનો હાઇ (High): ₹2,40,449.00
દિવસનો લો (Low): ₹2,36,500.00
વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹2,40,332.00 (+1.98% / +₹4,673.00 નો વધારો)
ચાંદીએ જૂના બંધ ભાવ ₹2,35,659 સામે ₹2,37,973 પર મજબૂત ઓપનિંગ આપ્યા બાદ ટ્રેડિંગ દરમિયાન ₹2,40,449 ની ઊંચી સપાટી બનાવી હતી.
સોના (Gold) ના વાયદા ભાવની સ્થિતિ:
બીજી તરફ, સોનાના 05-Oct-26 વાયદા કોન્ટ્રાક્ટમાં પણ શાનદાર મજબૂતી જોવા મળી છે. સોનું પણ આજે 1325 રુપિયા જેટલું પ્રતિ ગ્રામ મોંઘુ થયું છે. જોકે સમાચાર લખાવા સુધી તેમાં 1235 રૂપિયાની તેજી નોંધાઈ હતી. સોનું હાલ 155000 ની સપાટીને વટાવી ચૂક્યું છે.
જૂનો બંધ ભાવ (Prev. Close): ₹1,53,765.00
નવો ઓપન ભાવ (Open): ₹1,54,947.00
દિવસનો હાઇ (High): ₹1,55,090.00
દિવસનો લો (Low): ₹1,54,204.00
વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹1,55,000.00 (+0.80% / +₹1,235.00 નો વધારો)
સોનું જૂના બંધ ભાવ ₹1,53,765 સામે ₹1,54,947 ના ભાવ પર ખૂલ્યું હતું અને ટ્રેડિંગ દરમિયાન ₹1,55,090 નો હાઇ બનાવીને હાલમાં ₹1,55,000 ની મહત્વપૂર્ણ સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે.
Related Articles
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનું રાજીનામું, AGM પહેલા જ અચાનક લીધો નિર્ણય
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનનું રાજ...
Aug 12, 2026
પંચમહાલ: શહેરામાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ, ડુંગર તૂટતાં બોરિયા-જોધપુર રોડ બંધ
પંચમહાલ: શહેરામાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ,...
Aug 11, 2026
હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવ: અત્યાર સુધી 157ના મોત, 257 ગુમ! 259 રસ્તા બંધ, કુલ્લુ અને મંડીમાં અંધારપટ
હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવ: અત્યાર સુધી 1...
Aug 11, 2026
ટ્રમ્પે ફૂડ ટ્રકમાં છુપાઈને 'ગુપ્ત વિમાન'માં ભાગવું પડ્યું! અમેરિકાના સિક્રેટ ઓપરેશનની વિગતો લીક
ટ્રમ્પે ફૂડ ટ્રકમાં છુપાઈને 'ગુપ્ત વિમાન...
Aug 11, 2026
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂ...
Aug 10, 2026
પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના
પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મ...
Aug 10, 2026
Trending NEWS
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026
11 August, 2026