ચાલુ કોન્સર્ટમાં સોનુ નિગમની તબિયત લથડી, કહ્યું- મારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ હતો
February 03, 2025
બોલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમના ચાહકો વિશ્વભરમાં છે. અને તેમને લાઈવ ગીતો ગાતા સાંભળવા માટે દરેક લોકો આતુર હોય છે. હાલમાં જ સોનુ નિગમે પૂણેમાં એક લાઈવ પર પર્ફોર્મન્સ આપ્યું, જ્યાં તેના ચાહકોને સોનુના ગીતોમાં મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પરંતુ આ લાઈવ શો દરમિયાન સોનુ નિગમને એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જે તેમણે પોતે જ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી. સોનુ નિગમના લાઈવ શો દરમિયાન શું થયું હતું, તે તમને જણાવીએ. હકીકતમાં, આ લાઈવ પર્ફોર્મન્સ પહેલા સોનુ નિગમને શરીરમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો અને પીઠ અને પગમાં ખેંચાણની ફરિયાદ પણ કરી હતી. જોકે, આ દુખાવો થતો હોવા છતાં પણ તેમણે પોતાનું પ્રદર્શન પૂરુ કર્યું હતું. અને સ્ટેજ પર તેમના ચાહકોના દિલ જીતી લીધા. સોનુ નિગમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેમણે તેમના દુખાવાની સ્થિતિ વિશે વાત કરી છે. સોનુના ચાહકો તેનો વીડિયો જોઈને ખૂબ જ હેરાન રહી ગયા, કારણ કે સોનુ તેના પર્ફોર્મન્સ દરમિયાન એકદમ સામાન્ય દેખાતો હતો. આ વીડિયોમાં સોનુ નિગમ કહે છે કે, 'પુણેમાં પર્ફોર્મ કરતી વખતે મને અચાનક પીઠનો દુખાવો શરુ થયો હતો. આ મારા જીવનનો સૌથી મુશ્કેલ દિવસ હતો, પણ મને ખુશી છે કે મેં મારું પ્રદર્શન આપ્યું.'
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
28 March, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધ...
28 March, 2026
હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે 2 ભારતીય ઓઈલ ટેન્કર...
28 March, 2026
સાઉદી બાદ બહેરીનમાં અમેરિકન બેઝને ઈરાને હચમચાવ્યું...
28 March, 2026
અમેરિકામાં હવેથી ડૉલરની નોટો પર ડોનલ્ડ ટ્રમ્પના હસ...
28 March, 2026
ગુજરાતનું રાજકીય દાન: ₹309 કરોડમાંથી ₹308 કરોડ એકલ...
28 March, 2026
નેપાળમાં સરકાર બદલાતા જ પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીન...
28 March, 2026
નાથદ્વારામાં ૫૦૦ ફુટ ઊંચા પર્વત પર હનુમાનજીની ૧૩૧...
28 March, 2026
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલ...
28 March, 2026
ઈરાન અને હિઝબુલ્લાહ બાદ યુદ્ધમાં યમનની પણ એન્ટ્રી!...
28 March, 2026