કમલા હેરિસ વિરુદ્ધ કેસ ચલાવો', હોલિવૂડ સ્ટાર્સને કરોડો રૂપિયા આપવા મામલે ભડક્યા ટ્રમ્પ
July 27, 2025
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર કમલા હેરિસ પર ભડક્યા છે. તેમણે કમલા હેરિસ સામે કેસ ચલાવવાની પણ માંગ કરી છે. ટ્રમ્પનું કહેવું છે કે, 'કમલા હેરિસ અને કેટલાક અન્ય ટોચના અમેરિકન સેલેબ્સે 2024 ના ચૂંટણી પ્રચાર દરમિયાન પૈસા લીધા હતા. જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. જેના કારણે ચૂંટણી અભિયાનના આર્થિક કાયદાઓનું ઉલ્લંઘન થયું છે.' આ અંગે ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે. નોંધનીય છે કે હાલમાં ટ્રમ્પ પોતે પણ એપસ્ટેઇન કેસમાં વિવાદોમાં ફસાયેલા છે.
ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, 'કમલા હેરિસે ગાયિકા બેયોન્સ, ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે અને નાગરિક અધિકાર કાર્યકર્તા અલ શાર્પ્ટન જેવા સ્ટાર્સના સમર્થનના બદલામાં લાખો ડોલર ખર્ચ્યા હતા. તેમજ આ સમર્થન અભિયાન અસલી ન હતું, પરંતુ પૈસા આપીને મેળવવામાં આવ્યું હતું.' ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, 'શું તમે કલ્પના કરી શકો છો કે, જો નેતાઓ તમામ સમર્થક કરનારાઓને પૈસા આપવાનું શરૂ કરે તો શું થશે? કમલા અને પૈસા લેનારા બધાએ કાયદો તોડ્યો છે. આ દરેક પર કેસ ચલાવવો જોઈએ.'
ટ્રમ્પે આ હુમલો એવા સમયે કર્યો છે જ્યારે તેઓ પોતે જેફરી એપ્સ્ટેઈન કેસ ફાઇલ વિવાદમાં ફસાયેલા છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પે એપ્સ્ટેઈન કેસની તપાસને રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે. ટ્રમ્પે આગળ લખ્યું છે કે, આ ડાબેરી ડેમોક્રેટ્સ લોકોનું ધ્યાન હટાવવાનો સંપૂર્ણ પ્રયાસ થઈ રહ્યો છે. તેઓ કોશિશ કરી રહ્યા છે કે, લોકોને છેલ્લા છ મહિનાની અમારી શાનદાર સેવાને ભૂલી જાય. કેટલાક લોકો અમારા આ છ મહિનાને અમેરિકન ઇતિહાસમાં કોઈપણ રાષ્ટ્રપતિના છ મહિના કરતાં વધુ સારા કહી રહ્યા છે.
Related Articles
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026