દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન પથ્થરમારો: પોલીસ સાથે ઘર્ષણ થતાં ટીયર ગેસના શેલ છોડાયા
August 09, 2026
આમ આદમી પાર્ટીના નેતાઓ પર પોલીસનો આરોપ
દાહોદ- રવિવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન દાહોદમાં ભારે બબાબ થઈ હતી. ગોધરા રોડ પર આવેલા મુવાલિયા ચાર રસ્તા પર આ ઘટના બની હતી. ડીજે સંગીત અંગે પોલીસ સાથે ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન અમુક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારાની આ ઘટના બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ ઘટના દરમિયાન અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાના પગલે સુરક્ષા વધારી દેવાતા આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
પોલીસના દાવા મુજબ, 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ તથા દાહોદ શહેરમાં સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સંકલન કરી અને જરૂરી મંજૂરી મેળવીને દાહોદના ગોધરા રોડ તથા ઝાલોદ રોડ પર રેલી કાઢવામાં આવી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ પૂજા થઈ હતી અને ત્યારબાદ રેલી પોતાના નિયમોનુસાર નિર્ધારિત માર્ગ પર ચાલતી હતી. લગભગ 2 વાગ્યાની આસપાસ રેલીએ પોતાનો અડધો રૂટ પૂર્ણ કરી લીધો હતો. તે પછી મુવાલિયા ક્રોસિંગ રોડ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકોએ આવીને પોતાના પ્રાઇવેટ વાહનો તથા ડીજે દ્વારા રસ્તો જામ કરી દીધો હતો. આ રસ્તા જામના કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસો ફસાઈ ગઈ હતી.
આ પરિસ્થિતિ સર્જાતા પોલીસ અધિકારીઓ દ્વારા લોકોને વારંવાર સમજાવીને રેલીની ગરિમા જાળવવા, રસ્તો ખુલ્લો કરવા અને પોતે આગળની કાર્યવાહી કરે તેવું સમજાવવામાં આવ્યું હતું. છતાં પણ લોકોએ વાત ન માનતાં અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે વારંવાર લગભગ અડધીથી પોણી કલાક સુધી સમજાવટના પ્રયાસો કર્યા હતા. તેમ છતાં લોકો માન્યા ન હતા અને હલ્લાબોલ કરવા લાગ્યા હતા. આથી પોલીસ દ્વારા નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતા.
પોલીસે વધુમાં જણાવ્યું કે આ સમગ્ર ઘટનાનું પોલીસ દ્વારા મોબાઈલ ફોનમાં, બોડી વોર્ન કેમેરામાં અને અન્ય સ્થળો પર રેકોર્ડિંગ કરવામાં આવેલું છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આદિવાસી સમાજ દ્વારા યોજાયેલી મુખ્ય રેલી ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં, સાંસ્કૃતિક પરંપરા મુજબ ઢોલ-નગારા સાથે આનંદપૂર્વક આગળ વધી રહી છે.
Related Articles
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026