ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો 'ખેલ' થવાની આશંકા, વિપક્ષી ગઠબંધનના નેતાએ કર્યા NDA ઉમેદવારના વખાણ
August 18, 2025
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને 9 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાનારી ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ મોટા પગલા પછી, શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે તેમને જાહેરમાં અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે. જેને લઈને હવે અલગ-અલગ અટકળો ચાલી રહી છે. સંજય રાઉતે એક નિવેદન આપતા કહ્યું કે, 'સી.પી. રાધાકૃષ્ણનનું વ્યક્તિત્વ ખૂબ જ સારું છે, તેઓ વિવાદાસ્પદ વ્યક્તિ નથી અને તેમની પાસે ઘણો અનુભવ છે. હું તેમને શુભકામનાઓ આપું છું.' સાંસદ સંજય રાઉતે જાહેરમાં કરેલા આ વખાણથી એવા સંકેતો મળી રહ્યા છે કે શિવસેના (UBT), જે હાલમાં વિપક્ષના મુખ્ય પક્ષોમાં છે, તે NDA માટે નરમ વલણ અપનાવી શકે છે. વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. માં જોડાયેલી તમિલનાડુની મુખ્ય પાર્ટી DMK એક મોટી મૂંઝવણમાં છે. NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન તમિલ છે. જો DMK તેમનો વિરોધ કરશે, તો તમિલનાડુના લોકોની લાગણીઓ વિરુદ્ધ જઈ શકે છે. હવે DMK સામે બે વિકલ્પ છે... એક તો પોતાના I.N.D.I.A. ગઠબંધન સાથે ઊભા રહેવું અને બીજો વિકલ્પ એ કે પ્રાદેશિક લાગણીઓનું ધ્યાન રાખીને રાજકીય સંતુલન જાળવવું. જો DMK અને શિવસેના UBT જેવા પક્ષો NDA ઉમેદવારને ટેકો આપે, તો તે I.N.D.I.A. ગઠબંધન માટે એક મોટો ફટકો સાબિત થઈ શકે છે. NDAએ તેમના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. હવે I.N.D.I.A ગઠબંધન આવતા થોડા દિવસોમાં તેમની રણનીતિ નક્કી કરશે. જોકે, હજુ સુધી વિપક્ષી જૂથમાં કોઈ મોટી ફૂટ પડી હોવાના સમાચાર સામે આવ્યા નથી. તેમ છતાં, ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદ માટે જે ઉમેદવારનું નામ આપ્યું છે, તેને ઘણા નિષ્ણાતો એક મોટો રાજકીય દાવ માની રહ્યા છે.
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026